Book Title: Katha Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 19
________________ મારાં તત્ત્વોની સાધના તને તારશે.” સાચે જ આજે પ્રભુ પ્રત્યેના સ્નેહની બોલબાલા છે, કિંતુ પ્રભુ માટેની સાધનાની અવગણના જોવા મળે છે. પ્રભુ તરફ એવો અપાર સ્નેહ બાંધીને બેઠા છીએ કે એની આસપાસ આભૂષણોના કિલ્લા રચાયા છે. ઇમારતોના ઘેરા ઘાલ્યા છે. ચોમેર એનાં યશોગાન ચાલે છે. એની કીર્તિના કોટડા બંધાય છે. પ્રભુ તરફના સ્નેહમાં સાચી સાધનાને ભૂલી ગયા છીએ. પ્રભુ બહાર રહે છે અને અંતરમાં એ જ દાવાનળ સળગે છે. ઈશ્વરનાં ગાન ગાઈએ છીએ, પણ હૃદયમાં તો રાગ-દ્વેષનું એ જ રમખાણ નિરંતર ચાલી રહ્યું છે. ૧૪. ઊજળા સંગનો રંગ ભગવાન મહાવીર. નીચ-ઊંચમાં સમત્વ જોનારા. નીચાને ઊંચા બનાવનારા. નીચા લોકોએ જ એમનો સામનો કર્યો. રે, આ તો આપણને મિટાવી દેવાનું ઊજળા લોકોનું કાવતરું! નીચા લોકોમાં એક બહુ પ્રસિદ્ધ ચોર. નામ રોહિણય. કામ કરે લૂંટફાટનું. એક વાર ભગવાન મહાવીર ઉપદેશ આપે. રોહિણેયને ત્યાંથી નીકળવાનું બન્યું. એને તરત ખ્યાલ આવ્યો કે મહાવીર બોલે છે. એનું બોલ્યું સાંભળવામાં પાપ છે. જાતિદ્રોહ છે. રોહિણેયે કાન પર હાથ દાખ્યા, પણ સંજોગોવશાત્ એક મોટો કાંટો પગમાં પેસી ગયો. હવે ? કાંટો કાઢયા વગર ડગ દેવાય તેમ નહોતું. આખરે એણે મનમાં વિચાર્યું કે સાંભળવાથી કંઈ નહીં, મનમાં ઉતારીએ તો નુકસાન. એ વખતે પ્રભુ મહાવીરે કહ્યું, “દેવ હોય એને પડછાયો ન હોય, જેના ચરણ પૃથ્વીને અડતા નથી, જેની આંખો મટકું 1 શ્રી મહાવીર વાણી | આઠ પ્રકારનાં કર્મો જીવોના મોટા શત્રુઓ છે, આઠ પ્રકારનાં કર્મરૂપી શત્રુનો એ નાશ કરે છે માટે તેઓ અરિહંત ભગવાન કહેવાય છે. શ્રી આવશ્યક નિર્યુક્તિ, ૯૧૪ કથામંજૂષા ૨૬ કથામંજૂષારું ૨૭

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82