Book Title: Katha Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 17
________________ દોડી આવેલા સિપાઈઓએ જિનદાસને કહ્યું, “અમે આખરે ચોર શોધી કાઢ્યો છે. ઊંટની ચોરી કરી જનારો ચારણ અંતે પકડાયો છે. કેટલાય ગરીબ ઊંટવાળાઓની આજીવિકા ઝૂંટવનાર ઝડપાયો છે. હવે આપ કહો તે સજા કરીએ.” દેવાલયની ભીતરમાં જિનપૂજા કરતા જિનદાસ બોલી કઈ રીતે શકે ? વળી રાજનું કામ હતું. સજા તત્કાળ જાહેર કરવી પડે તેમ હતી. આવે સમયે કુશળ જિનદાસે એક ડાળખીવાળું ફૂલ લીધું. ડાળખી પરથી ફૂલ ચૂંટી લીધું અને સંકેત કર્યો કે ચારણને ફાંસીની સજા કરો. ચારણ સંકેત પામી ગયો. એણે એની માર્મિક છટાથી કહ્યું, “ઓહ ! એક તારનાર અને બીજો મારનાર, ક્યાં જિનેશ્વર ભગવાન અને ક્યાં દંડનાયક જિનદાસ.” આ શબ્દો કાને પડતાં જિનદાસનું ચિત્ત ચમક્યું. એને ખ્યાલ આવ્યો કે પોતે કેવી ગંભીર ભૂલ કરી બેઠો છે. એક તો નિસીહી બોલીને પ્રવેશ્યો હતો અને હવે રાજકાજના વિચારમાં ડૂબી ગયો. એક બાજુ જગતતારકની પૂજા કરે અને બીજી બાજુ કોઈને મારવાનો વિચાર કર્યો. જિનદાસ પોતાના ચિત્તને રાજના વિચારોથી અટકાવી શક્યો નહીં, તે બદલ પ્રભુ પાસે ક્ષમાયાચના કરી અને સાથોસાથ ચારણની સજા પણ માફ કરી. 11 શ્રી મહાવીર વાણી 11 ગુણોથી સાધુ થવાય છે અને અવગુણોથી અસાધુ થવાય છે, માટે સાધુ-ગુણોને, (સાધુતાને) ગ્રહણ કરો અને અસાધુ-ગુણોનો (અસાધુતાનો) ત્યાગ કરો. આત્માને આત્મા વડે જાણીને જે રાગ તથા દ્વેષમાં સમભાવ ધારણ કરે છે તે પૂજનીય બને છે. શ્રી દશવૈકાલિક સૂત્ર, ૯-(૩)-૧૧ કથામંજૂષા ૨૨ ૧૨. ડોળીવાળાની ચિંતા પોતાના જીવનનાં છેલ્લાં દસેક વર્ષોમાં આચાર્ય કૈલાસસાગરસૂરિજીને હૃદય પહોળું થવાથી ડોળીનો ઉપયોગ કરવો પડતો હતો. બને તેટલું ચાલે, પરંતુ પછી શ્વાસ ચડી જાય ત્યારે નાછૂટકે ડોળીમાં બેસતા. ડોળીમાં બેસે ત્યારે પોતાના કરતાં ડોળીવાળાની ચિંતા વધુ કરે. થોડેક આગળ વધે એટલે ડોળીવાળાને કહે કે હવે જરાક થોભી જાઓ. થોડોક આરામ લઈ લો. પછી આગળ ચાલીશું. આ સમયે પોતે મોડા પહોંચશે અથવા તડકો થઈ જશે એની ક્યારેય કોઈ ચિંતા કરતા નહીં. એક વાર હિંમતનગરથી અમદાવાદ આવતા હતા. પ્રાંતિજથી થોડે આગળ સલાલ ગામ પાસે આવ્યા હશે અને એકાએક મધમાખીઓનું ઝુંડ એમને ઘેરી વળ્યું. કોઈએ મધપૂડા પાસે ધુમાડો કર્યો હોય કે પછી એના પર પથ્થરનો ઘા કર્યો હોય, ગમે તે કારણે મધમાખીઓ વીફરી હતી. ચારે બાજુ ઊડતી, ડંખ દેતી હતી. આચાર્યશ્રી અને કથામંજૂષા ૨૩

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82