Book Title: Katha Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 21
________________ ચંડરુદ્રાચાર્યને નામે જાણીતા હતા. યુવાનોની અતિશય ટીખળને કારણે વૃદ્ધ મુનિરાજે ક્રોધિત થઈને પેલા મીંઢળબંધા યુવાનને કહ્યું, “ખેર, તારે દીક્ષા લેવી છે ને ? તો તને દીક્ષા આપું છું, પછી કેટલી વીસે સો થાય એની તનેય ખબર પડશે.” મીંઢળબંધો યુવાન તો હજી ટીખળી મિજાજમાં હતો. એણે વૃદ્ધ મુનિરાજને કહ્યું, “હા મહારાજ, મને દીક્ષા આપો. મારે કોઈ પણ ભોગે આ સંસારનો માર્ગ ત્યજીને સંયમનો માર્ગ ગ્રહણ કરવો છે.” શ્રી ચંડરુદ્રાચાર્યનો ગુસ્સો બહાર ઊછળી આવ્યો. એમણે તો પેલા યુવાનને પકડીને એના વાળ ઝાલી બરાબર લોચ કરવા માંડ્યો. આ દૃશ્ય જોઈને બીજા ટીખળી યુવાનો તો ભાગ્યા; જ્યારે પેલો મીંઢળબંધો યુવાન એક તસુ પાછો હઠઠ્યો નહીં. એણે શ્રી ચંડરુદ્રાચાર્યને વિનંતી કરી, “મહારાજ, મારાં સગાંઓ હમણાં આવી પહોંચશે. તેઓ આવે તે પહેલાં આપણે વિહાર કરીને અહીંથી નીકળી જઈએ.” ચંડરુદ્રાચાર્યે તો વૃદ્ધાવસ્થાને કારણે ગચ્છની સઘળી જવાબદારી ક્યારનીય શિષ્યને સોંપી દીધી હતી. તેઓએ માત્ર આત્મસાધના કરવાની સ્થિતિ સ્વીકારી હતી. આવા મુનિરાજને વિહાર કરાવવો કઈ રીતે? વૃદ્ધ મુનિરાજને ખભે બેસાડીને યુવાન શિષ્ય ચાલવા લાગ્યો. રસ્તો અતિ દુર્ગમ અને ખાડા-ટેકરા તથા કાંટાથી ભરેલો હતો. શિષ્યનો પગ સહેજ લથડે અને ધક્કો વાગે એટલે તરત ગુરુનો ગુસ્સો ફાટી પડે. શિષ્યના પગ લોહીલુહાણ થઈ ગયા. ગુરુ એના ખભા પર બેઠાં બેઠાં સતત ઠપકો આપતા હતા. એવામાં ખાડો આવતાં શિષ્યનો પગ લથડ્યો અને ખભા પર બેઠેલા ગુરુ ડગમગી ગયા. બસ ! આવી બન્યું. ગુરુના ક્રોધનો જ્વાળામુખી ફાટતાં એમણે શિષ્યના માથા પર જોરથી દંડ ફટકાર્યો. આવી કપરી દશા થઈ હતી, છતાં શિષ્ય તો વિચારે કે પોતાના કારણે ગુરુને કેટલો બધો શ્રમ અને પરેશાની ભોગવવાં પડે છે ! આવા પશ્ચાત્તાપથી શિષ્યની પરિણતિ વિશુદ્ધ બની જતાં એને કેવળજ્ઞાન થયું. ગુરુએ કહ્યું કે, “પહેલાં બરાબર ચાલતો ન હતો અને હવે કેમ બરાબર ચાલવા લાગ્યો ? આટલા અંધારામાં તને કઈ રીતે બધું બરાબર દેખાય છે ?” શિષ્યએ કહ્યું, “જ્ઞાનબળે પ્રભુ.” આ સાંભળતાં જ ગુરુ શિષ્યના ખભા પરથી નીચે ઊતરી ગયા. કેવળજ્ઞાન પામેલા શિષ્યને પગે પડી ક્ષમાયાચના કરી. પશ્ચાત્તાપમાં ડૂબી ગયેલા ગુરુને એ પળે કેવળજ્ઞાન લાધી ગયું. G કથામંજૂષા ૩૦ ૧૬. ‘રહ્યાં વર્ષો'ની ચિંતા માતા અને મુનિઓની વૈરાગ્યમયી વાણીનું વર્ષો સુધી શ્રવણ કરવા છતાં ક્ષુલ્લકકુમારના ચિત્તમાં ત્યાગ, વૈરાગ્ય કે સંયમનો ભાવ જાગતો નહોતો. માત્ર આઠ વર્ષની નાની ઉંમરે માતાએ એને દીક્ષા આપી હોવા છતાં ચારિત્રમોહનીયનો ઉદય થવાની એના ચિત્તમાં ઘર કરી ગયેલી વિષયવાસના વિદાય લેતી નહોતી. માતાને આપેલા વચનને કારણે એણે એમની પાસેથી જિનેશ્વરપ્રભુની અમૃતવાણીનું પાન કર્યું હતું, પરંતુ એ અમૃતની વર્ષા મુનિ ક્ષુલ્લક પર કશી અસર કરી શકી નહીં. બાર વર્ષ સુધી શ્રવણ કર્યા બાદ માતાની પાસેથી વિદાય લેતા હતા, ત્યારે માતાએ પોતાનાં ગુરુણીની અનુમતિ અને રજા માગવા જણાવ્યું. ગુરુણીએ વધુ બાર વર્ષ ઉપદેશ સંભળાવ્યો. એ પછી ઉપાધ્યાય અને ગચ્છાધિપતિ આચાર્યશ્રીએ પણ બાર બાર વર્ષ સુધી ઉપદેશ આપ્યો, પરંતુ સઘળું પથ્થર પર પાણી સમાન ! અંતે ૪૮ વર્ષના દીક્ષાપાલન બાદ સુલ્લક ચાલી નીકળ્યા ત્યારે માતાએ પોતાની પૂર્વાવસ્થાનાં રત્નકંબલ અને મુદ્રા (વીંટી) ક્થામંજૂષા ૩૧

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82