Book Title: Katha Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 24
________________ on જયન્તી : ઊંઘવું કે જાગવું-બેમાંથી એક વાત સારી હોઈ શકે. બે વિરોધી વાતો એકસાથે કેવી રીતે સારી હોઈ શકે, પ્રભુ ? ભગવાન : અધર્મ માર્ગના પ્રવાસી, અધર્માચરણ કરનાર ને અધર્મથી જીવનનિર્વાહ કરનારા જીવો ઊંઘે છે, ત્યાં સુધી એ હિંસાથી બચે છે, ને બીજા જીવો ત્રાસથી બચે છે. એનું ઊંઘવું એના માટે ને અન્ય માટે સારું છે. જયન્તી : સાચું કહ્યું, ભગવાન ! હવે જાગવું કોનું સારું છે ? ભગવાન : જે જીવો કરુણાપરાયણ છે, સત્યવાદી છે, અણહકનું લેતા નથી, સુશીલ છે, અસંગ્રહી છે, તેવા લોકો જાગે તેમાં તેની જાતનું ને જગતનું કલ્યાણ છે. જયન્તી : જીવો સબળ સારા કે નિર્બળ સારા ? ભગવાન : ધર્મી જીવો સબળ સારા. તેઓ પુરુષાર્થ દ્વારા પોતાનું ને પારકાનું કલ્યાણ કરે છે. અધર્મી જીવો નિર્બળ સારા. પોતાની નિર્બળતાથી એ પારકાને પીડા પહોંચાડી શકતા નથી અને પોતાની જાતનું પણ ઘણું અકલ્યાણ કરી શકતા નથી. ૧૯. ધન્ય જીવન, ધન્ય મૃત્યુ પુરાણપ્રસિદ્ધ સૌરાષ્ટ્રની ઇતિહાસપ્રસિદ્ધ મધુમતી નગરી એટલે આજનું મહુવા બંદર. આ નગરીનો જાવડશા મહુવાનાં બાર ગામનો અધિપતિ હતો. શસ્ત્ર વિના વાઘનો સામનો કરીને પરાજિત કરવાનું એનામાં શૌર્ય હતું. આવા વીર જાવડશા અને એની પત્ની સુશીલાદેવીને છળકપટ કરીને યવન સૈનિકોએ પકડી લીધો અને એમને ગુલામ બનાવીને યવન દેશમાં લઈ ગયા. આ યવન દેશમાં જાવડશાને વેપાર ખેડવાની, ધન રળવાની અને આનંદ-પ્રમોદયુક્ત જીવન ગાળવાની સઘળી મોકળાશ હતી, પરંતુ એને માત્ર સ્વદેશ પાછા ફરવાની છૂટ નહોતી. વીરા જાવડશા, એની ધર્મપત્ની સુશીલાદેવી અને પુત્ર જાગનાથ પરદેશી રાજ્યમાં નજરકેદ જેવી સ્થિતિ અનુભવતાં હતાં. આ પરાધીનતા એના હૃદયમાં શૂળની માફક ભોંકાતી હતી. અપાર ધનવૈભવ અને સુખસાહ્યબી હોવા છતાં જાવડશાને વતનની યાદ સતાવતી હતી. એનાં રોમેરોમમાં વતનપરસ્તીનો સાદ ગુંજી રહ્યો હતો, “ક્યારે મારી માતૃભૂમિમાં પહોંચે અને ક્યારે મધુમતી નગરીની 1 શ્રી મહાવીર વાણી II જેમ જેમ લાભ થાય તેમ તેમ લોભ થાય છે. લાભથી લોભ વધતો જાય છે. બે માસા સોનાથી જે કામ પાર પાડી શકે, તે કામ કરોડોથી પણ પૂરું થતું નથી. શ્રી ઉત્તરાધ્યયન સુત્ર, ૮-૧૭ કેળામજુથી ૩૬ કથામંજૂષારું ૩૭

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82