________________
n[ n
શ્રીમદ્ રાજચંદ્ર પોતાની વાત આગળ ધપાવી. એમણે કહ્યું, “તમને એ પણ ખ્યાલ હશે કે જૈન ધર્મ હિંસા, અનીતિ, અન્યાય, કૂરતા, વિજયલાલસા, પ્રમાદ અને આળસનો નિષેધ કરે છે.”
મહિપતરામે કહ્યું, “હા જી, એનો પણ મને ખ્યાલ છે.”
શ્રીમદે વળતો પ્રશ્ન કર્યો, “તમે જ મને કહો કે દેશની અધોગતિ શાથી થાય? અહિંસા, દયા, નીતિ, સત્ય, સર્વપ્રાણી હિત, ન્યાય અને આરોગ્ય આપનારા ધર્મથી થાય કે પછી દેશની પ્રગતિ હિંસા, ક્રૂરતા, અસત્ય વગેરેથી થાય ?”
મહિપતરામે કહ્યું, “દેશની અધોગતિ તો હિંસા, પ્રમાદ, અનીતિ કે છળકપટને કારણે થાય.”
શ્રીમદ્ રાજચંદ્ર વાતનો દોર પકડી લેતાં કહ્યું, “ત્યારે દેશની ઉન્નતિ અહિંસા, ઉદ્યમ, સંપ વગેરે થકી થાય તે સાચું ને ?”
મહિપતરામે સ્વીકારમાં માથું ધુણાવ્યું. એટલે શ્રીમદે કહ્યું, “જુઓ ભાઈ, જૈન ધર્મ દેશની અધોગતિ થાય તેવો બોધ કરતો નથી, પણ દેશની ઉન્નતિ થાય તેવો ઉપદેશ આપે છે.”
મહિપતરામની માન્યતાના પાયો ધ્રુજવા લાગ્યા. એમણે કહ્યું, “ભાઈ, હું સ્વીકાર કરું છું કે દેશની ઉન્નતિનાં સાધનોનો બોધ કરે છે, પરંતુ આજ સુધી મેં આવી સૂકમતાથી આ વાતનો વિચાર કર્યો નહોતો. અમને તો ખ્રિસ્તીઓની શાળામાં જે સંસ્કાર પડ્યા હતા તેને પરિણામે વગર વિચારે લખી નાખ્યું.”
૬. ગોખેલું બોલું છું
આચાર્ય શ્રી સૂરાચાર્યની વિદ્વત્તા અગાધ હતી તો એમની કવિતા સર્જતી કલ્પનાશક્તિ અનુપમ હતી. તેઓ શિષ્યોને સ્વાધ્યાય કરાવતા ત્યારે અભ્યાસની બાબતમાં સહેજે કચાશ રાખતા નહીં. ભણાવતી વખતે જે શિષ્યને પાઠ બરાબર આવડે નહીં, તેને પોતાના ઓધાની દાંડીથી ફટકારતા હતા. લાકડાની આ દાંડી વારંવાર મારવાથી તૂટી જતી હતી. તેથી એમણે લોખંડની દંડી રાખવાનું વિચાર્યું. તેઓના ગુરુને આની જાણ થઈ ત્યારે ગુરુએ એમને વાર્યા અને ઠપકો આપતાં કહ્યું, “જો જ્ઞાનનો આટલો બધો ગર્વ હોય તો રાજા ભોજની એકએકથી ચડિયાતા વિદ્વાનોની સભામાં જઈને વિજય મેળવી આવો. બાકી આ રીતે લોહદંડ એ તો યમરાજનું હથિયાર કહેવાય, ભયનું પ્રતીક છે. અભયના આરાધક સાધુને એ શોભે નહિ.”
ગુરુનાં વચનોએ સૂરાચાર્યની કઠોરતા અળગી કરી, યોગાનુયોગ એવું બન્યું કે એ દિવસોમાં માળવાના રાજા ભોજે ગુર્જરપતિ ભીમદેવની સભામાં વિદ્વત્તા અને સંસ્કારિતાની કસોટી કરે તેવી, શ્લોકરૂ પી એક માર્મિક સમસ્યા મોકલી હતી. સોલંકી
કથામંજૂષા૧૧
|| શ્રી મહાવીર વાણી | દુર્રીય સંગ્રામમાં દસ લાખ શત્રુઓને માણસ હરાવે તેના કરતાં પોતાના આત્મા ઉપર વિજય મેળવે એ જ પરમ વિજય છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૯-૩૪
કથામંજૂષા૧૦