________________
ભિક્ષાને ગ્રહણ કરવી... વગેરે પૂ. સાધુમહાત્માઓને ઉદ્દેશીને જે ક્લિાઓ વિહિત છે તે આચાર સ્વરૂપે અહીં વર્ણવાય છે. સર્વવિરતિસંબંધી ક્રિયાઓ સ્વરૂપ આચારનું વર્ણન સાંભળવાથી શ્રોતાઓને આશ્ચર્ય અને બહુમાન થાય છે. પોતાના આચારની અપેક્ષાએ ખૂબ જ દુષ્કર એ આચાર છે અને કોઈ પણ રીતે એ આચરી જ શકાય એવા નથી–આવી માન્યતાને ધારણ કરનારને એ આચારનું સાક્ષાત્ દર્શન થાય ત્યારે અહોભાવ(સાશ્ચર્ય બહુમાન) ઉત્પન્ન થાય- એ સમજી શકાય છે. એ અહોભાવ જ પછી શ્રોતાના ચિત્તને આકૃષ્ટ બનાવે છે.
અત્યંત કઠોર એવા તે લોચાદિ આચારોનું પાલન કરતી વખતે પ્રમાદાદિના કારણે કોઈ દોષ થઈ જાય તો તેની આલોચનાદિ દ્વારા શુદ્ધિ થઈ શકે છે, જેથી આત્મા દોષથી મુક્ત બને છે... ઈત્યાદિનું વર્ણન વ્યવહારકથાથી કરાય છે. પ્રાપ્ત થયેલા છે તે દોષોની શુદ્ધિ માટે જે પ્રાયશ્ચિત્ત છે; તેને અહીં વ્યવહાર કહેવાય છે. આચારની શુદ્ધિને જાળવવા માટે એ એક અનિવાર્ય સાધન છે. એના વર્ણનને સાંભળવાથી અનંતજ્ઞાની ભગવંતોએ કરેલા અનુગ્રહની પ્રતીતિ થવાથી જીવનું ચિત્ત તેમાં આક્ષિત બને છે. રોગની ચિકિત્સા કરનારાદિની તે તે વાતો સાંભળવામાં જેમ ચિત્ત તન્મય બને છે તેમ અહીં પણ વ્યવહારકથાના અવસરે બનતું હોય છે. આ વ્યવહારકથાથી પણ જીવનું
DDDD; બિDિ.