________________
આવા વિદ્વાન કથા કરનારનો સદ્યોગ પ્રાપ્ત થવો : એ એક અદ્ભુત યોગ છે. ૯-૨૬
કથા કઈ રીતે કરવી તે જણાવાય છે – महार्थापि कथाऽकथ्या, परिक्लेशेन धीमता। अर्थं हन्ति प्रपञ्चो हि, पिठक्ष्मामिव पादपः ॥९-२७॥
બુદ્ધિમાન વક્તાએ પરિકલેશ વડે મહાન અર્થવાળી પણ કથા કહેવી નહિ. કારણ કે વૃક્ષ જેમ પોતાની પીઠિકાની ભૂમિને પોતાના વિસ્તારથી ભેદી નાંખે છે તેમ કથાનો વિસ્તાર પરિલેશના કારણે અર્થને હણે છે.” આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે અર્થથી મહાન એવી કથા પણ બુદ્ધિમાન એવા વક્તાએ એવી રીતે વિસ્તારથી કહેવી ના જોઈએ કે જેથી પોતાને અને શ્રોતાને પરિકલેશ પ્રાપ્ત થાય. કથાના શ્રવણ વખતે શ્રોતાને સંક્લેશ થાય તો તે સ્થાનો અર્થ શ્રોતા સમજી શકતો નથી. જેથી કહેવાની વાત જ મરી જાય છે. વાત કહેતા વક્તાને કલેશ થાય અને તે સમજતા શ્રોતાને કલેશ થાય એવી રીતે વાત કરવાનો કોઈ જ અર્થ નથી.
શ્રી દશવૈકાલિકસૂત્રની નિયુક્તિમાં આ વિષયને અનુલક્ષી ફરમાવ્યું છે કે મહાર્થવાળી પણ કથા બહુપરિફ્લેશ ન થાય તે રીતે કહેવી. અર્થા અત્યંત વિસ્તારપૂર્વક કહીને
૫૨ )
DA |AિGED GURUKG STUDY
|