________________
અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. વિદ્વાન એવા વક્તાએ અનશનાદિ બાહ્ય તપ અને પ્રાયશ્ચિત્તાદિ આણંતર તપનું મુખ્યપણે વર્ણન જેમાં થાય તેવી કથા કરવી જોઈએ. કર્મની નિર્જરા માટે તપ પ્રધાનતમ સાધન છે. વર્તમાનમાં કર્મબંધ ન થાય તોપણ ભૂતકાળમાં બાંધેલાં કર્મની નિર્જરા થાય નહિ તો આત્માને મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. બાર પ્રકારના તપથી આઠ કર્મની નિર્જરા થાય છે. પ્રાણાતિપાત, મૃષાવાદ વગેરે પાંચ આશ્રવોથી વિરામ પામવું; મન:શુધ્નાદિ સ્વરૂપ શૌચ, સંતોષ વગેરે સ્વરૂપ નિયમ છે. કર્મબંધનો પ્રતિબંધ કરવા માટે નિયમોનું પાલન અનિવાર્ય છે... ઈત્યાદિ રીતે તપ અને નિયમની પ્રધાનતાએ વિદ્વાન મહાત્માએ કથા કરવી જોઈએ.
તે કથાના ઉપયોગપૂર્વક શ્રવણથી શ્રોતાને સંવેગ(સંવેદ) અને નિર્વેદની પ્રાપ્તિ થાય છે. યોગ્ય શ્રોતાને સંવેગ(મોક્ષની અભિલાષા) અને નિર્વેદ(સંસાર ઉપરનો કંટાળો)ની પ્રાપ્તિ માટે વિદ્વાન વક્તા દ્વારા કરાતી થા પ્રબળ કારણ બને છે. કારણ કે શ્રી દશવૈકાલિકસૂત્રની નિર્યુક્તિમાં જણાવ્યા મુજબ આ કથા વિરાગપૂર્ણ હોય છે. આ લોકસંબંધી કે પરલોકસંબંધી કોઈ પણ જાતિના ફળની આશંસા સ્વરૂપ નિદાન(નિયાણા)થી રહિત હોય છે. વિરાગસહિત કથાના શ્રવણથી શ્રોતાને સંવેદ અને નિર્વેદનું કારણ આ કથા બને-એ સમજી શકાય છે. આ કાળમાં
૫૧
DEED UND
D/////