________________
દેદીપ્યમાન કરે છે. પરંતુ તે ક્રિયાનિષ્ઠ ન હોય તોપણ વિધિપૂર્વક કથા કરવાથી શ્રોતાના શ્રુતજ્ઞાનને ઉજ્જવળ બનાવે છે. શ્રોતાના શ્રુતજ્ઞાનને દેદીપ્યમાન બનાવવાનું સામર્થ્ય કથા કરવાની વિધિમાં છે. વિધિપૂર્વકની કથાના કારણે બાલાદિ જીવોને સ્વસ્વપ્રાયોગ્ય દેશનાશ્રવણથી અપેક્ષિત શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય છે. શ્રી ષોડશપ્રકરણાદિમાં વર્ણવેલ દેશનાવિધિથી કથા કરવામાં આવે તો ચોક્કસ જ શ્રોતાના ઉપકારનું તે કારણ બને છે. અન્યથા શ્રોતાની યોગ્યતાદિનો વિચાર કર્યા વિના અવિધિપૂર્વક કરાયેલી તે તે કથા પરસ્થાનદેશનાસ્વરૂપ બને છે અને તેથી શ્રોતાને મહાન અપાયનું કારણ બને છે.
આવી દેશના આપનારા ખરેખર તો મૂઢ છે. ધર્મસ્વરૂપ માર્ગના તેઓ ચોર છે. આવા લોકો ગમે તેટલી ઉત્તમોત્તમ ક્રિયામાં સ્થિત હોય તોપણ તે સારા નથી. પોતાની મૂઢતાના કારણે બીજાને મૂઢ બનાવવાની તેમની પ્રવૃત્તિ સારી મનાતી નથી. ક્રિયામાં રહેલા હોવા છતાં તેઓ માર્ગસ્થ ન હોવાથી તેમને સારા નથી માન્યા... ઈત્યાદિ સમજી શકાય છે. II૯-૩૧।।
પ્રકરણાર્થનો ઉપસંહાર કરાય છે
इत्थं व्युत्पत्तिमात्रायां, कथयन् पण्डितः कथाम् ।
સ્વસામર્થ્યનુસારેળ, પરમાનન્દ્રમત્તુતે ॥૬-રૂા
૬૦
檢檢網紅美 DULZLX
凍可可可 HOLI-IxT