________________
(સ્યાદ્વાદ)ને જાણજારામાં કથા કરવાની અધિકારિતા (યોગ્યતા) ઉચિત છે.” આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે જ્ઞાનાવરણીયાદિ કર્મના પ્રબળ ઉદયથી કથા કરનારાને જ્યારે તે તે સૂત્રના વિધિ, ઉદ્યમ અને ભય વગેરે વિષયોના વિભાગનું જ્ઞાન નથી રહેતું
ત્યારે મૂઢની જેમ એકાદ વસ્તુને પકડીને કથા કરવાનું ચાલુ રાખે છે, જેથી સૂત્રકાર પરમર્ષિના આશયને સમજવાનું બનતું નથી.
જમાલિ વગેરે નિહવો આ વિષયમાં સુપ્રસિદ્ધ દષ્ટાંતો છે. સમ્યજ્ઞાનાદિને પ્રાપ્ત કર્યા પછી પણ શાસ્ત્રકાર પરમર્ષિઓની અપેક્ષા સમજી ન શકવાદિના કારણે તેઓની કથા એકાંતબુદ્ધિનું જ કારણ બની; જેથી પોતાના સમ્યત્વગુણનો તો ઘાત થયો છે. પરંતુ કંઈ કેટલાય ભવ્યાત્માઓના સમ્યકત્વાદિ ગુણોનો તેનાથી ઘાત કરવામાં તે ક્યા કારણ બની. તેથી એવા વાદીઓને કથા કરવાનો અધિકાર અપાયો નથી. અનધિકૃતપણે કરાતી કથા સ્વપરના સભ્યત્વાદિ ગુણોનો ઘાત કરનારી છે-એનો ખ્યાલ રાખી વક્તા અને શ્રોતાએ કથા કરવામાં અને શ્રવણમાં પ્રવૃત્ત થવું જોઈએ. અન્યથા સમ્યત્વાદિ ગુણોનો ઘાત થયા વિના નહીં રહે.
આથી સ્પષ્ટ રીતે સમજાશે કે કથા કહેવાની યોગ્યતા બધામાં નથી મનાતી. વિધ્યાદિ સૂત્રના વિષયનો વિભાગ
TET|TAT|DF\
V/DA GEEEEEEEEE