________________
માટે હે ગૌતમ ! એક સમય પણ પ્રમાદ કરવો યોગ્ય નથી.’... ઈત્યાદિ અર્થને જણાવનારાં ટુમપત્તÜડુ (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-અધ્ય. ૧૦)... ઈત્યાદિસૂત્રો ઉદ્યમ સૂત્રો છે. તે ઉદ્યમ કરવાનું જણાવે છે. નરકને વિશે માંસ, લોહી વગેરેનું જે જે સૂત્રોથી વર્ણન કરવામાં આવ્યું છે, તે નરકાદિનો ભય દેખાડવા માટે પ્રસિદ્ધ વસ્તુને લઈને જ કરવામાં આવ્યું છે. ખરી રીતે તો વૈક્રિયશરીરોમાં તે હોતાં નથી. તેમ જ દુ:ખના વિપાકોનું જે વર્ણન કરાય છે તે તે વર્ણનો; ભય પેદા કરાવીને પાપની નિવૃત્તિ કરાવવા માટે છે. એવાં વર્ણનોવાળાં વિપાકસૂત્રાદિ ભયસૂત્રો છે.
‘ઈત્યાદિ છ જીવનિકાયનો સ્વયં દંડ ન આરંભે...’ ઈત્યાદિ અર્થને જણાવનારાં ‘ફત્તેસિં ન્હેં નીવનિાવાળ (શ્રી દશવૈ. અ. ૪)...’ ઈત્યાદિ ઉત્સર્ગસૂત્રો છે. ‘ગુણથી અધિક અથવા સમાન એવો નિપુણ સહાયક ન મળે તો પાપકર્મનો ત્યાગ કરી તેમ જ કામભોગની આસક્તિનો ત્યાગ કરી એકલો પણ વિચરે’...ઈત્યાદિ અર્થને જણાવનારાં ‘ન યા મિષ્ના નિકળે... (શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-અ. ૩૨)’ ઈત્યાદિ તેમ જ છેદગ્રંથોનાં સૂત્રો અપવાદસૂત્રો છે. અપવાદ અને ઉત્સર્ગ જેમાં એક સાથે વર્ણવેલા હોય તે તદુભય (ઉત્સર્ગાપવાદ) સૂત્રો છે. ‘“આર્તધ્યાન થતું ન હોય તો સમ્યક્ પ્રકારે રોગ સહન કરવો; પરંતુ આર્તધ્યાન થતું હોય તો વિધિપૂર્વક રોગનો પ્રતિકાર કરવા પ્રયત્નશીલ બનવું...
DTTENDED Du
૫૬
回
DIL