________________
“વિધિ, ઉદ્યમ, ભય, ઉત્સર્ગ, અપવાદ, તદુભય અને વર્ણક... ઈત્યાદિ સ્વરૂપે સૂત્રને જાણ્યા વિના માત્ર જે થા કરે છે તે પટુ(નિપુણ) નથી.'-આ પ્રમાણે ઓગણત્રીશમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે, વિધિ, ઉદ્યમ, ભય અને ઉત્સર્ગ... વગેરે સંબંધી સૂત્રના વિભાગને જાણીને તે દ્વારા તે તે સૂત્રને અનુલક્ષી કથા કરનાર ખરેખર જ પટુ છે. અર્થા વિધિ વગેરેનો ખ્યાલ રાખી તે તે સંબંધી સૂત્રની સ્થા વક્તાએ કરવી જોઈએ. એવો કોઈ ખ્યાલ રાખ્યા વિના સૂત્રનો પરિચ્છેદ ન કરતાં કથાને કરનાર પટુ(હોશિયાર) નથી.
વિધિસૂત્ર, ઉદ્યમસૂત્ર, ભયસૂત્ર, ઉત્સર્ગસૂત્ર, અપવાદસૂત્ર, ઉભય(દુભય) સૂત્ર અને વર્ણક સૂત્ર... વગેરે પ્રકારે સૂત્રો અનેક પ્રકારનાં છે. શ્રી તીર્થંકર પરમાત્માએ ઉપદેશેલાં તે તે અનુષ્ઠાનો કઈ રીતે કરવાં જોઈએ તે જણાવનારાં વિધિસૂત્રો છે. “સંપત્તે મિક્ષવામિ (શ્રી દશવૈકાલિક સૂ.અ.-૫)...' ઈત્યાદિ સૂત્રો વિધિસૂત્રો છે. ‘ભિક્ષાનો કાળ પ્રાપ્ત થાય ત્યારે મુનિભગવતે સત્ક્રાન્તિરહિત અને મૂચ્છરહિત થઈને આ ક્રમના યોગ વડે ભાત પાણીની ગવેષણા કરવી” ઈત્યાદિ જણાવીને તે તે સૂત્રોમાં પિંડાદિગ્રહણ વગેરેનો વિધિ જણાવ્યો છે.
“રંગનો સમૂહ જતો રહી પીળાં પડી ગયેલાં વૃક્ષોનાં પાંદડાં જેમ પડી જાય છે તેમ મનુષ્યનું જીવન ક્ષણિક છે.