________________
અનુરોધથી અત્યંત વિસ્તારથી થા કરવામાં કોઈ દોષ નથી.
તેથી જ અનુયોગના ત્રણ પ્રકાર વર્ણવ્યા છે. સામાન્ય રીતે સૂત્રના અર્થનું વર્ણન કરવું ? તેને અનુયોગ કહેવાય છે. સૌથી પ્રથમ સૂત્રના અનુસારે અર્થ જણાવવા સ્વરૂપ સૂત્રાથનુયોગ નામનો પ્રથમ અનુયોગ છે, ત્યાર પછી સૂત્રની નિયુક્તિના અર્થ સાથે સૂત્રનો અર્થ જણાવવા સ્વરૂપ નિર્યુક્તિમિશ્રિત સૂત્રાર્થાનુયોગ-એ દ્વિતીય અનુયોગ છે અને
ત્યાર બાદ ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા વગેરેને આશ્રયીને થતા સમગ્ર અર્થની સાથે સૂત્રનો અર્થ જણાવવા સ્વરૂપ સમગ્ર(નિરવશેષ) સૂવાથનુયોગ : આ ત્રીજો અનુયોગ છે. જો પૂર્વે જણાવ્યા મુજબ અત્યંત વિસ્તારથી કથા કરવાની જ ન હોય તો આ રીતે વર્ણવેલા અનુયોગના ભેદો અકિચિત્કર થશે. તેથી સમજી શકાશે કે શ્રોતા-શિષ્યની રુચિ વગેરેને આશ્રયીને અત્યંત વિસ્તારથી પણ કથા કરવામાં કોઈ દોષ નથી. શ્રોતાની રુચિ અને ક્ષમતાદિને જોયા વિના કરાયેલો કથારૂપ દોષાધાયક છે. ૯-૨૮
કથા કરનારની પટુતાદિનું વર્ણન કરવા દ્વારા કથા કરવા સંબંધી વિધિને જણાવાય છે - विध्युद्यमभयोत्सर्गापवादोभयवर्णकैः । कथयन्न पटुः सूत्रमपरिच्छिद्य केवलम् ॥९-२९॥
/S9x GS SC/SH
SC/SSC/ST/SC /S