________________
અર્થ ગહન બનવાથી પરિક્લેશ થાય તે રીતે ક્થા ન કહેવી. કારણ કે અત્યંત વિસ્તારથી કથા કરવાના કારણે તે ભાવાર્થનો નાશ કરનારી બને છે. તેથી બુદ્ધિમાન વક્તાએ મહાન અર્થવાળી પણ કથા અત્યંત વિસ્તારથી કહેવી નહિ. ।।૯-૨૭૬ા
કોઈ વાર વિસ્તારથી પણ કથા કરવામાં દોષ નથીતે જણાવાય છે
-
प्रपञ्चितज्ञशिष्यस्यानुरोधे सोऽप्यदोषकृत् । सूत्रार्थादिक्रमेणातोऽनुयोगस्त्रिविधः स्मृतः ॥९-२८॥
‘‘વિસ્તારથી કહેલા અર્થને સમજી શકે એવા શિષ્યનો અનુરોધ હોતે છતે થાસંબંધી પ્રપદ્ય પણ દોષનું કારણ નથી. આથી જ સૂત્રાર્થાદિના ક્રમે અનુયોગ ત્રણ પ્રકારનો વર્ણવાય છે.’’–આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. એનો ભાવાર્થ એ છે કે આ પૂર્વે જણાવ્યા મુજબ મહાન અર્થવાળી પણ કથા પરિક્લેશ ન થાય એ રીતે અત્યંત વિસ્તારથી ન કહેવી-તે જણાવ્યું છે. પરંતુ અત્યંત વિસ્તારથી જણાવેલા અર્થને ગ્રહણ કરવા શિષ્ય જો યોગ્ય હોય તો શિષ્યના અનુરોધ(આગ્રહપૂર્ણ ઈચ્છા)થી એવી કથા કરવામાં કોઈ દોષ નથી. કથાનો પ્રપદ્ય-વિસ્તાર એકાંતે દુષ્ટ નથી. થચિ, એવા(વિસ્તારરુચિ) શિષ્યના
DYKO DY KODY KOD
૫૩
DO DODY KODAD KOD DISC//////