________________
“પોતાને જેટલું જ્ઞાન છે એટલા પ્રમાણમાં પોતાના સામર્થ્યને અનુસાર પંડિત આત્મા સ્થાને કરતા પરમાનંદને પ્રાપ્ત કરે છે.”-આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે... આશય સ્પષ્ટ છે કે બુદ્ધિમાન વક્તાને ક્યા કહેવાનો અધિકાર છે. એ બુદ્ધિમાને પણ જેટલા પ્રમાણમાં પોતાને શ્રુતજ્ઞાન મળ્યું હોય તેટલા પ્રમાણમાં જ થા કરવી જોઈએ. જે વિષયમાં એવું જ્ઞાન મળ્યું ન હોય તો તે વિષયને આશ્રયીને કથા નહિ કરવી જોઈએ. વ્યાકરણ, ન્યાયાદિદર્શનશાસ્ત્ર, સાહિત્ય, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, કર્મગ્રંથો, પ્રકરણો, ચરિત્રો, આગમ અને અન્ય દર્શનોના આચારગ્રંથો ઈત્યાદિ અનેકાનેક વિષયોનું જેટલા પ્રમાણમાં જ્ઞાન હોય તેને અનુસરીને તે તે વિષયને અનુલક્ષીને ધર્મકથા કરવી જોઈએ. શ્રોતાઓ ઉપર પ્રભાવ પાડવા માટે આજે જે વિષયની જાણકારી નથી તે વિષયને અનુલક્ષીને ઘણી વાર ક્યા કરવાનું સાહસ કેટલાક વક્તાઓ કરે છે, તેવું ના કરવું.
જે વિષયમાં જાણકારી હોય તે વિષયમાં પણ પોતાની નિરૂપણ કરવાની શક્તિનો વિચાર કરીને ધર્મસ્થા કરવી જોઈએ. શ્રતના પરમાર્થ સુધી પહોંચવા માટે મતિજ્ઞાનનો વિશિષ્ટ ક્ષયોપશમ અપેક્ષિત છે. શ્રુતજ્ઞાનનું અક્ષરની દષ્ટિએ સામ્ય હોવા છતાં મતિજ્ઞાનના ક્ષયોપશમના કારણે મૃતાર્થજ્ઞાનમાં તરતમતા હોય છે. અસાધારણ વિદ્વત્તા અને અદ્દભુત પ્રતિભા : એ બન્નેમાં ઘણું અંતર છે. ઉપકાર માટે