Book Title: Katha Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 65
________________ પ્રતિભા આવશ્યક છે, જે મતિજ્ઞાનના ક્ષયોપશવિશેષથી પ્રાપ્ત થાય છે. અહીં ‘સ્વસામર્થ્ય’ સ્વરૂપે તેનું વર્ણન છે. કેટલીક વાર સારા વિદ્વાનો, પદાર્થનું નિરૂપણ કરતા કરતા ખૂબ વિસ્તાર કરી પોતે જ ગૂંચવાઈ જતા હોય છે. એમાં મુખ્યપણે પ્રતિભાનો અભાવ કારણ બને છે. આવા સંયોગોમાં કથા કરનારા કથાથી અનુગ્રહ કરી શકતા નથી. તેથી બુદ્ધિમાન વક્તાએ પોતાના જ્ઞાનના પ્રમાણમાં સ્વસામર્થ્યને અનુસરીને ધર્મકથા કરવી જોઈએ. આવી રીતે ધર્મકથાને કહેનારા બુદ્ધિમાન ધર્મદેશકો પરમાનંદસ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરનારા બને છે. શ્રી તીર્થંકરપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ કરાતી કોઈ પણ પ્રવૃત્તિ મોક્ષનું કારણ છે. પરમતારક શ્રી વીતરાગપરમાત્માના શાસનની પ્રભાવનાને કરનારી આ ધર્મકથાથી મોક્ષની પ્રાપ્તિ થાય-એ સમજી શકાય છે. અંતે ઉપર જણાવ્યા મુજબ વિધ્યાદિસૂત્રના વિષયવિભાગનો પરિચ્છેદ કરી ધર્મકથા કરનારા પૂ. ગુરુદેવશ્રીની પાસે વિધિપૂર્વક કથાનું પુણ્યશ્રવણ કરી આપણે સૌ પરમાનંદસ્વરૂપ મોક્ષ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા. ।।૯-૩૨॥ अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ ॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां कथाद्वात्रिंशिका ॥ DNEY DEES D:\/\/ ૬૨ DX77 : 回

Loading...

Page Navigation
1 ... 63 64 65 66