________________
ઈત્યાદિ અર્થને જણાવનારા મામા સં મહિયાસિયqો વાદી”... વગેરે સૂત્રો તદુભયસૂત્રો છે. તેમ જ જ્ઞાતાધર્મસ્થાદિનાં સૂત્રો વર્ણકસૂત્રો છે. તેમાં મહાપુરુષોનાં જીવનચરિત્રો અને નગર વગેરેનાં વર્ણન કરાયેલાં હોવાથી તે વર્ણકસૂત્રો છે. આવી જ રીતે સ્વસમય-પરસમય; વ્યવહાર-નિશ્ચય અને જ્ઞાન, યિા વગેરેનું વર્ણન કરનારાં અનેક પ્રકારનાં સૂત્રો છે. તે તે પ્રકારે તે તે સૂત્રોના વિષયવિભાગને સમજ્યા વિના જેઓ નિરૂપણ કર્યે રાખે છે તેઓ પટુ(નિપુણ) નથી હોતા. જેઓ ઉપર જણાવ્યા મુજબ વિધ્યાદિસૂત્રોના વિષય-વિભાગને સમજીને ક્યા કરે છે; તેઓ પટુ છે. I૯-૨૯તા.
ઉપર જણાવ્યા મુજબ વિધ્યાદિ સૂત્રોના વિષયવિભાગને જાણ્યા વિના ક્યા કરવાથી જે વિપરીત ફળની પ્રાપ્તિ થાય છે-તે જણાવવાપૂર્વક કથાના વિષયમાં અધિકારી જણાવાય છે - एवं ह्येकान्तबुद्धिः स्यात्, सा च सम्यक्त्वघातिनी। विभज्य वादिनो युक्ता, कथायामधिकारिता ॥९-३०॥
“આ પ્રમાણે વિધિ, ઉદ્યમ અને ભય વગેરે સૂત્રોનો પરિચ્છેદ ક્યાં વિના દેશના આપવાથી એકાંતબુદ્ધિ ઉત્પન્ન થાય છે અને તે સમ્યત્વનો ઘાત કરનારી બને છે. તેથી વિધ્યાદિસૂત્રના વિષયનો વિભાગ કરીને અનેકાંતવાદ