Book Title: Katha Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 52
________________ વક્તા અને શ્રોતાને આશ્રયીને થાનું સ્વરૂપ કથાસ્વરૂપે રહે છે. અન્યથા તે અક્વાદિસ્વરૂપે પરિણમે છે. I૯-૨૪ પૂ. શ્રમણભગવંતોએ જેવી ક્યા કરવી ના જોઈએતે જણાવાય છે – सन्धुक्षयन्ति मदनं, शृङ्गारोक्तैरुदर्चिषम् । कथनीया कथा नैव, साधुना सिद्धिमिच्छता ॥९-२५॥ શૃંગારરસનાં વચનોથી ઉદીત (જાજવલ્યમાન) એવા કામને જે કથાઓ ઉત્તેજિત કરે છે તેવી ક્યા; સિદ્ધિને ઈચ્છતા એવા પૂ. સાધુભગવતે કહેવી નહિ.”આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે સામાન્ય રીતે મોહનીયકર્મના પ્રબળ ઉદયથી વિષયસેવનની ઈચ્છા સ્વરૂપ કામ ઉદીત હોય છે. અગ્નિજેવા કામના વિકારો જ્વાળાઓની જેમ પ્રગટપણે જણાય છે. ફૂગ્ગાર-રસનાં પોષક એવાં વચનોથી જે થાઓ એ કામને પ્રજ્વલિત કરે છે, એવી ક્યા સિદ્ધિને ઈચ્છતા એવા પૂ. સાધુમહાત્માએ નહિ કરવી જોઈએ. અનાદિ-અનંત આ સંસારમાં આપણને સિદ્ધિ મળી નથી; એનું કારણ વિષયની આસક્તિ છે. સિદ્ધિની પ્રતિબંધક એ આસક્તિનો કોઈ પણ રીતે સર્વથા નાશ ન થાય ત્યાં સુધી સિદ્ધિની પ્રાપ્તિ શક્ય નથી. વિષયની TEE DS |\S DATED EDITED ૪૯ થી SAGEMS GETS GU

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66