________________
આસક્તિ વધે એવી કોઈ પણ પ્રવૃત્તિથી મોહનીયકર્મ ગાઢ રીતે બંધાય છે. કથા કહેનારા પૂ. શ્રમણભગવંત સ્વપરની સિદ્ધિને ઈચ્છતા હોવાથી સ્વપરસિદ્ધિનો બાધ કરનારી કથા તેઓશ્રીએ નહીં કહેવી જોઈએ. મુખ્યપણે શ્રોતાની વિષયની પરિણતિ મંદ પડે અને સર્વથા નષ્ટ થાય. ઈત્યાદિ આશયથી કથા કરવા માટે વક્તા પ્રયત્નશીલ બને છે. ત્યારે વક્તાએ એટલો તો ઉપયોગ રાખવો જોઈએ કે પોતે કહેલી કથાને સાંભળીને શ્રોતાને મોહનો ઉદય થાય નહિ. શ્રોતાના મોહના ઉદયને શમાવવો એ કથાની સિદ્ધિ છે. આવી સિદ્ધિને ઈચ્છતા એવા શ્રમણભગવંતે મોહનું ઉદ્દીપન કરનારા એવા શૃંગારરસનાં પોષક વચનોથી થા નહિ કરવી જોઈએ-કારણ કે તેનાથી શ્રોતાને અકુશલ ભાવની પ્રાપ્તિ થતી હોય છે. II૯-૨પા
હવે વક્તાએ કેવી કથા કરવી જોઈએ તે જણાવાય
છે –
तपोनियमसारा तु, कथनीया विपश्चिता । संवेदं वाऽपि निर्वेद, यां श्रुत्वा मनुजो व्रजेत् ॥९-२६॥
“બુદ્ધિમાન વક્તાએ તપ અને નિયમ સારભૂત જેમાં છે; તેવી કથા કરવી જોઈએ, જે સાંભળીને મનુષ્ય સંવેદ અને નિર્વેદને પ્રાપ્ત કરે.”-આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો
ED SEEDGE GSGSPRC/ST CODUSE
/SE COST/S
C/S