________________
કથાના વિક્થાસ્વરૂપમાં ભજના (હોય પણ અને ન પણ હોય) થાય છે.'' - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો સામાન્યાર્થ છે.
કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે સંયમી મહાત્માઓ જ્યારે કષાય-વિષય-નિદ્રાદિ પ્રમાદને પરવશ બની જે કહે છે તેને આગમમાં વિકથા તરીકે વર્ણવી છે. કારણ કે પ્રમાદને આધીન બની કરાયેલી કથા શ્રોતા અને વક્તાના પુરુષાર્થપ્રતિપત્તિના વિરોધી પરિણામનું કારણ બને છે. વિકથાનું અને પ્રમાદવશ કરાયેલી કથાનું કાર્ય એક જ હોવાથી તેવી કથાને વિથા તરીકે વર્ણવી છે. શ્રી દશવૈકાલિકસૂત્રની નિર્યુક્તિમાં એ વિષયમાં ફરમાવ્યું છે કે, ‘રાગ અને દ્વેષને વશ બનેલો પ્રમત્ત એવો સંયત (મધ્યસ્થ નહીં, રાગદ્વેષને આધીન બનેલો) જે કહે છે તેને પ્રવચન(આગમ)માં શ્રી તીર્થંકરપરમાત્માદિ ધીર પુરુષોએ વિથા તરીકે વર્ણવી છે.’’
કષાયાદિ પરવશ બની કથા કહેનારના આશયના કારણે શ્રોતાને પણ તેના જેવો જ ભાવ આવવાથી એ કથા બંન્ને માટે વિકથાસ્વરૂપ પરિણમે છે. પરંતુ યોગ્યતાવિશેષના કારણે શ્રોતાને પુરુષાર્થપ્રતિપત્તિનો પરિણામ પ્રાપ્ત થાય તો શ્રોતાને આશ્રયીને એ કથા કથાન્તર બને છે. આ રીતે વિક્થાના સ્વરૂપના વિષયમાં ભજના છે. આશયવિશેષે અકથા, કથા અને વિથાનું સ્વરૂપ સમજવું જોઈએ. યોગ્ય
EN WE EN OU
૪૮
D]\ D\B