Book Title: Katha Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 31
________________ જ જંઘાચારણ, આકાશગમન વગેરે લબ્ધિઓ પ્રાપ્ત થાય છે-એ ગુણો છે. તેમ જ જ્ઞાનાદિના પ્રભાવે પ્રાપ્ત થનારી સિદ્ધિઓ સંપત્તિ છે. ચૌદ પૂર્વને ધરનારા મહાત્માઓ એક ઘડા વગેરેથી હજારો ઘડાઓ બનાવી શકે છે. તે જ્ઞાનસમ્પત્તિ છે. અનેકાનેક વર્ષ કોટી(કરોડો વર્ષ) વડે અજ્ઞાની જે કર્મ ખપાવે છે તે કર્મો એક જ શ્વાસોશ્વાસમાં જ્ઞાની ખપાવે છે... વગેરે તપની(આભ્યન્તર તપની) સંપદા છે અને સકલ ફળની સિદ્ધિ(મોક્ષ) સ્વરૂપ સંપદા ચારિત્રની છે. આ ગુણો અને સંપદા શુભકર્મના ઉદયથી અને અશુભકર્મના ધ્વસથી પ્રાપ્ત થાય છે. એ ગુણ અને સંપદા સંવેજની કથાનો રસ છે. સંવેજનીસ્થામાંથી એનો અનવરત પ્રવાહ વહેતો હોય છે. જે કથામાં આવો પ્રવાહ વહેતો ન હોય તે કથા સંવેજની હોતી નથી. સ્વ-પરશરીરની અશુચિતા અને આ લોક-પરલોકની દુઃખરૂપતાદિનું વર્ણન સંવેગનું કારણ ન બને : એવું ક્વચિદ જ બને. લઘુકમ આત્માઓને એ વર્ણનના શ્રવણથી સવેગની પ્રાપ્તિ સરળ રીતે થાય છે. અહીં જે રીતે સંવેજની કથાના રસનું વર્ણન કર્યું છે, એનાથી જુદી રીતે પણ તેનું વર્ણન અન્યત્ર ઉપલબ્ધ છે. ગ્રંથકારશ્રીના આશય મુજબ તે સમજી લેવું જોઈએ. ૯-૧૪ હવે ચોથી નિર્વેજનીધર્મસ્થાનું સ્વરૂપ વર્ણવાય છે – STDTDCTDED/DTDFD DIDATE ODAMO DODAO DODAI D OD[/URG/ GOD

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66