Book Title: Katha Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 44
________________ આશ્રયીને કથાઓ આશયવિશેષને લઈને અકથાદિ સ્વરૂપ બને છે, તે જણાવાય છે - प्रज्ञापकं समाश्रित्य, कथा एता अपि क्रमात् । अकथा विकथा वा स्युः, कथा वा भावभेदतः ॥९-२१॥ “ક્યા કહેનાર(પ્રજ્ઞાપક)ને આશ્રયીને આ કથાઓ પણ ક્રમે કરીને અકથા, વિકથા અને ક્યા સ્વરૂપે ભાવભેદથી બને છે.”-આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે, વક્તા પુરુષવિશેષને આશ્રયીને; પૂર્વે વર્ણવેલી તે થાઓ આશયવિશેષના કારણે અથાસ્વરૂપ અથવા વિક્વાસ્વરૂપ અથવા થાસ્વરૂપ બને છે. જેમ એક જ આચારાગાદિ લોકોત્તરશ્રુત સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિથી પરિગૃહીત હોય તો તે અનુક્રમે સભ્યશ્રુત અને મિથ્યાશ્રુત રૂપે પરિણમે છે તેમ અહીં પણ પ્રજ્ઞાપકને આશ્રયીને ભાવ (આશય)વિશેષે તે કથાઓ અસ્થા, વિકથા અથવા કથા સ્વરૂપે પરિણમે છે. તેથી અનુક્રમે પુરુષાર્થ(ધર્માદિ)ની પ્રતિપત્તિ(સ્વીકાર)નો અભાવ; પુરુષાર્થનો વિરોધ અને પુરુષાર્થની પ્રતિપત્તિ સ્વરૂપ ફળ(કાર્ય થાય છે. એ ફળના ભેદથી(વિશેષથી) તે સ્થાઓ અનુક્રમે અક્યા, વિકથા અને કથા સ્વરૂપે થતી હોય છે. પુરુષાર્થની પ્રતિપત્તિનો અભાવ અથાથી થાય છે. પુરુષાર્થનો વિરોધ વિકથાનું કાર્ય છે અને ક્યાનું કાર્ય પુરુષાર્થની પ્રતિપત્તિ છે. એ ફળવિશેષને આશ્રયીને કથાઓ અનુક્રમે અસ્થા, G/DG/DxC/SC/S1GB

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66