Book Title: Katha Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 43
________________ સ્વરૂપનું વર્ણન કરનારી ત્રીજી વિથા છે અને રાજાદિનું વર્ણન કરનારી ચોથી વિથા છે. વિકથાઓ ખૂબ જ પ્રસિદ્ધ છે. કોઈ પણ રીતે તે કરવાજેવી નથી... એ કહેવાની જરૂર નથી. ઓછા વધતા પ્રમાણમાં એનાં કડવાં ફળોનો સ્વાદ આપણને અનુભૂત જ છે. પરંતુ વિકથાની પક્કડમાંથી છૂટવાનું ખૂબ જ કપરું છે. સમયનો સદુપયોગ કરવાનું જાણે એ એક જ સાધન છે–એમ સમજીને આપણે વિકથામાં પ્રવર્તતા હોઈએ એમ લાગ્યા વિના નહિ રહે. શ્રી દશવૈકાલિકસૂત્રની નિર્યુક્તિમાં વિથાનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે સ્ત્રીથા, ભક્તકથા, રાજકથા, ચૌરકથા, જનપદ(દેશ)થા, નટકથા, નર્ત્તકકથા જલકથા અને મુટિકથા... વગેરે વિથા છે. ચામડાના દોરડા (પટ્ટા) ઉપર ચઢીને રમનારને જલ્ર કહેવાય છે. મલ્લને મુષ્ટિક કહેવાય છે. આથી સમજી શકાશે કે વિકથાના આવા તો કેટલા ચ પ્રકારો વર્ણવી શકાય છે. દિવસે દિવસે વિથાના વિષયોમાં ખૂબ જ ઝડપથી વધારો થતો જાય છે. સ્વાધ્યાયમાં તીવ્ર રુચિ કેળવ્યા વિના વિક્થાની કથામાંથી બહાર નીકળવાનું કોઈ પણ રીતે શક્ય નથી. આજે નહિ તો કાલે વિથા ઉપર વિરામ મૂકવો જ પડશે. ।।૯-૨૦ના કથા અને વિક્થાનું નિરૂપણ કરીને હવે પ્રજ્ઞાપકને આશ્રયીને અસ્થાદિ સ્વરૂપે તે બને છે અર્થાત્ પ્રજ્ઞાપને \\E EEEN ४० // / /_/ \_

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66