________________
વક્તાનો જેવો આશય-ભાવ હોય તે મુજબ જ શ્રોતાને ભાવની ઉત્પત્તિ થતી હોય છે. અહીં વક્તા મિથ્યાત્વનું વિપાથી વેદન કરતો હોવાથી શ્રોતાને તદનુરૂપ તેની જ પ્રાપ્તિ થતી હોય છે. પૂર્વે પણ શ્રોતા એનો અનુભવ કરતો હતો અને કથાશ્રવણ પછી પણ તેનો જ વિશેષે કરી અનુભવ કરવાનું થાય છે. તેથી પ્રતિવિશિષ્ટ (પૂર્વતન કરતાં વિલક્ષણ) ફળની પ્રાપ્તિ થતી નથી. કથાશ્રવણનું પ્રયોજન પ્રતિવિશિષ્ટ ફળને પામવાનું છે. એના અભાવમાં અહીં થા, ક્યા રહેતી નથી. પરંતુ અથાસ્વરૂપે પરિણમે છે.
એ વાતને જણાવતાં શ્રી દશવૈકાલિકસૂત્રની નિયુક્તિમાં(૩નું અધ્યયન ગાથા-૨૦૯) ફરમાવ્યું છે કે; “દ્રવ્યથી જ પ્રવ્રજ્યાને ધારણ કરનારા અથવા ગૃહસ્થ એવા અજ્ઞાની મિથ્યાત્વમોહનીયર્મનો અનુભવ કરનારા જે કથાને કહે છે તે કથાને આગમમાં અથા કહી છે.” અહીં કથા કહેનારને અજ્ઞાની તરીકે જે વર્ણવ્યા છે; તે તેમના મિથ્યાત્વમોહનીયકર્મના વેદન(વિપાકના અનુભવોના કારણે વર્ણવ્યા છે. જ્ઞાનાવરણીયર્મના ક્ષયોપશમથી ગમે તેટલું (સાડા નવ પૂર્વ જેટલું પણ) જ્ઞાન મળે તોય તે વખતે મિથ્યાત્વમોહનીયકર્મનો ઉદય હોય તો જ્ઞાનને અજ્ઞાન કહેવાય છે અને એવા જ્ઞાનીને અજ્ઞાની કહેવાય છે. કારણ કે જ્ઞાનના ફળ સ્વરૂપે તેમને વિરતિ પ્રાપ્ત થતી નથી. જેનું જે ફળ છે; તેનાથી તે ફળ ન મળે તો તે વાસ્તવિક રીતે
QDVA DNY ONYO DODY
DVD DVD DOOD