________________
જીવો પ્રત્યે ધર્મકથાનો કોઈ ઉપયોગ નથી. તત્ત્વ પ્રત્યે આકૃષ્ટ શ્રોતાને ખૂબ જ સરળતાથી તત્ત્વ સમજાવી શકાય છે.
આક્ષેપણીસ્થામાં જણાવેલા અર્થને શિષ્ય ગ્રહણ કરી લે પછી એ અર્થ(ધનજેવા અર્થ)ની વૃદ્ધિના ઉપાય જેવી વિક્ષેપણીથા કહેવી. આપણી પાસે ધન હોય તો તેની વૃદ્ધિ માટેના જેમ ઉપાયો યોજાય છે તેમ આક્ષેપણીસ્થાથી જણાવેલા અર્થની દઢતાદિ માટે તેના ઉપાય તરીકે વિક્ષેપણીકથા કહેવી જોઈએ. ૯-૧ળા
શિષ્યને પ્રથમ આક્ષેપણી અને પછી વિક્ષેપણીસ્થા કહેવી જોઈએ : આવું શા માટે ? તે જણાવાય છે - आक्षेपण्या किलाक्षिप्ता, जीवाः सम्यक्त्वभागिनः । विक्षेपण्यास्तु भजना, मिथ्यात्वं वाऽतिदारुणम् ॥९-१८॥
“આક્ષેપણી ક્યાથી આક્ષિમ બનેલા જીવો સમ્યત્વના ભાજન બને છે. વિક્ષેપણીથાથી તો ફળની પ્રાપ્તિમાં ભજના છે. અર્થાત્ કોઈ વાર ફળ પ્રાપ્ત થાય છે. અને કોઈ વાર ફળ મળતું નથી. અથવા કોઈ વાર અત્યંત ભયંકર મિથ્યાત્વના પરિણામને પ્રાપ્ત કરે છે..” તેથી શરૂઆતમાં આક્ષેપણીથા કરીને પછી જ વિક્ષેપણસ્થા કરવી... આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ