Book Title: Katha Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 40
________________ ફળ મળે છે અથવા નથી મળતું. ગાઢ એવી મિથ્યાત્વદશાને જીવ પામે છે.” વિક્ષેપણસ્થાને સાંભળનારો શ્રોતા જડબુદ્ધિવાળો હોય તો તેને તે સ્થાના શ્રવણથી એમ જ થાય છે કે આ લોકોનો સ્વભાવ જ નિંદા કરવાનો છે. એમને બીજાનું સારું દેખાતું જ નથી...' ઈત્યાદિ અભિનિવેશના કારણે આવા શ્રોતાને પરસમયમાં બતાવેલા દોષોનું જ્ઞાન થતું નથી. તેથી પૂર્વનો મિથ્યાત્વનો પરિણામ ગાઢતર બને છે. આ રીતે કોઈ વાર શ્રોતાની જડતાના કારણે વિક્ષેપણીસ્થા અનિષ્ટ ફળને આપનારી બને છે. I૯–૧૮. ઉપર જણાવ્યા મુજબ વિક્ષેપણWા એકાંતે ફળને આપનારી ન હોવાથી તે પરિકર્મિત હોય તો જ ગુણનું કારણ બને છે. અન્યથા તે ગુણનું કારણ બનતી નથી, તે જણાવાય છે – आद्या यथा शुभं भावं, सूते नान्या कथा तथा । यादृग्गुणः स्यात् पीयूषात्, तादृशो न विषादपि ॥९-१९॥ પહેલી ધર્મકથા જેમ શુભ ભાવને ઉત્પન્ન કરે છે તેવો શુભ ભાવ બીજી કથાથી ઉત્પન્ન થતો નથી. જેવો ગુણ અમૃતથી થાય છે તેવો ગુણ વિષથી પણ થતો નથી.”-આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. તેનો આશય એ છે કે આક્ષેપણીકથા અમૃતજેવી છે. સ્વરૂપથી SEM E F SEB EDID DિED

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66