________________
“શિષ્યને સૌથી પ્રથમ ધનના જેવી આક્ષેપણીથા સ્વરૂપ દેશના આંપવી જોઈએ. ત્યાર પછી શ્રોતા દ્વારા અર્થ ગ્રહણ કરાય છતે તેની વૃદ્ધિના ઉપાય જેવી વિક્ષેપણી કથા કહેવી.”-આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે-પૂર્વે જણાવેલી ધર્મકથા શિષ્યને આપવી જોઈએ. અન્ય ગ્રંથમાં શિષ્યને વૈનેયક તરીકે વર્ણવ્યો છે. જે વિનય આચરે છે, રાત અને દિવસ વિનયથી જ જે જીવન વિતાવે છે તેને વૈનેયક-શિષ્ય કહેવાય છે. એવા શિષ્યને ધર્મસ્થા સંભળાવવી.
ધર્મનો અર્થી હોય પરંતુ વિનયી ન હોય તો તેને ધર્મદેશના આપવી ના જોઈએ. પૂ. ગુરુદેવશ્રીના પરમતારક વચનને માનવા સ્વરૂપ જ અહીં મુખ્ય વિનય છે. શાસન કરી શકાય એવી જેનામાં યોગ્યતા છે; તેને શિષ્ય કહેવાય છે. શાસ્ત્રીય પરિભાષામાં એને પ્રજ્ઞાપનીય તરીકે વર્ણવાય છે. એવા પ્રજ્ઞાપનીય આત્માઓને જ ધર્મક્યા કહેવી. બીજાઓને એવી કથા કહેવાથી કોઈ લાભ નથી.
યોગ્ય શિષ્યને પણ સૌથી પ્રથમ પૂર્વે જણાવ્યા મુજબની આક્ષેપણ ક્યા કહેવી. એ આક્ષેપણીથા ધન જેવી છે. આજીવિકા માટે ધન જેમ મુખ્ય સાધન છે તેમ ધર્મકથામાં મુખ્ય આક્ષેપણ ક્યા છે. આજીવિકાનો આધાર જેમ ધન છે તેમ બાકીની ધર્મસ્થાઓનો આધાર આક્ષેપણી ક્યા છે. મોહથી તત્ત્વ પ્રત્યે જીવ આકર્ષાય નહિ તો તે