Book Title: Katha Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 35
________________ પાપને પણ આપણે સુખનું સાધન માની લઈએ છીએ અને એ મુજબ સુખની પ્રાપ્તિ માટે પાપ કરવાની પ્રવૃત્તિ શરૂ કરીએ છીએ. પૂ. ભવનિતારક ગુરુભગવંતની પાસે ધર્મસ્થાના શ્રવણથી એ વિચિત્રતા સમજાય એટલે જીવ પાપથી વિરામ પામવા માટે પ્રયત્ન કરે છે. આમ જોઈએ તો સામાન્ય રીતે રાગ, દ્વેષ અને મોહ : આ ત્રણના કારણે જીવ પાપમાં પ્રવર્તે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ : આ કર્મબંધનાં કારણ છે. જ્યાં સુધી એ કારણો છે ત્યાં સુધી આત્મા સતત કર્મનો બંધ કરે છે. મિથ્યાત્વ, અવિરતિ અને કષાયની અપેક્ષાએ પ્રમાદની ભયંકરતા અધિક છે. છઠ્ઠા ગુણસ્થાનકે પહોંચ્યા પછી પણ પ્રમાદને દૂર કરવાનું કામ ઘણું જ કપરું છે. શ્રુતકેવલી મહાત્માઓને પણ નિગોદાદિ અવસ્થામાં જવું પડતું હોય તો તે પ્રમાદને લઈને. આ સંસારથી મુકત થવા માટે તત્પર બનેલા મહાત્માઓને પ્રમાદની ભયંકરતાનો ખ્યાલ તો હોય જ. પરંતુ એને દૂર કરવા માટે પણ એક પ્રકારનો પ્રમાદ થતો હોય છે. મિથ્યાત્વાદિને આધીન ન બનનારા પણ પ્રમાદને આધીન બનતા જોવા મળે ત્યારે પ્રમાદની ભયંકરતા સ્પષ્ટપણે પ્રતીત થાય છે. શ્લોકના પૂર્વાર્ધમાં પ્રમાદની ભયંકરતા માર્મિક રીતે વર્ણવી છે. અલ્પ એવા પ્રમાદનો પરિણામ(વિપાક) અત્યંત ભયંકર છે. “ઉપદેશ-પ્રાસાદ' વગેરે ગ્રંથમાં ૩૨

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66