Book Title: Katha Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 34
________________ કરાય છે તેથી ચાર પ્રકારની છે. તિર્ધરાપણું, નારકપણું અને ખરાબ મનુષ્યપણું શ્રોતાને નિર્વેદનું કારણ બને છે. પાપના ફળ સ્વરૂપે પ્રાપ્ત થનારી તે તે સ્થિતિને જોઈને નિર્વેદ થાય : એ અસંભવિત નથી. ૯-૧પ નિર્વજનીકથાના રસનું વર્ણન કરાય છે - स्तोकस्यापि प्रमादस्य परिणामोऽतिदारुणः । वर्ण्यमानः प्रबन्धेन निर्वेजन्या रसः स्मृतः ॥९-१६॥ અલ્પ પણ પ્રમાદનો પરિણામ અત્યંત દારુણ છે. આ પ્રમાણે વિસ્તારથી વર્ણન કરાતો તે પરિણામ નિર્વેજની કથાનો રસ-સાર છે.”-આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. નિર્વેજનીસ્થાના સ્વરૂપનો વિચાર કરવાથી સમજાશે કે એ કથાના શ્રવણથી ભવ પ્રત્યે નિર્વેદ પ્રાપ્ત કરવાનો એક જ આશય છે. એ આશય સિદ્ધ થાય અને એનો કોઈ પણ રીતે વ્યાઘાત ન થાય : એ કથા કરનારે જોવું જોઈએ. ભવ પ્રત્યે સહેજ પણ આસક્તિ થઈ જાય તો ભવનો નિર્વેદ પ્રાપ્ત કરવાનું શક્ય નહિ બને. આ સંસારમાં સુખ આપનારાં સાધનો પરમાર્થથી ન હોવા છતાં અજ્ઞાનને આધીન બની કંઈ કેટલાય પદાર્થોને સુખ આપનારા આપણે માની લઈએ છીએ. આપણી માન્યતાની વિચિત્રતા ત્યારે પરાકાષ્ઠાએ પહોચે છે કે જ્યારે DD TDED]Dir GST GST GSTUDGET 29

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66