________________
ચાર પ્રકારની છે. આ કથાનું વર્ણન કરતાં પૂર્વના મહાપુરુષોએ નીચે મુજબ ફરમાવ્યું છે.
સંવેજની કથા ચાર પ્રકારની વર્ણવી છે. આત્મશરીરસંવેજની; પરશરીરસંવેજની; ઈહલોકસંવેજની અને પરલોકસંવેજની. આ ચાર પ્રકારની સંવેજની કથામાં પહેલી સંવેજનીથાનું સ્વરૂપ વર્ણવતાં જણાવ્યું છે કે “આ જે અમારું શરીર છે; તે શુક્ર, શોણિત, માંસ, ચરબી, મેદ, મજ્જા, હાડકાં, સ્નાયુ, ચામડું, કેશ, રોમ, નખ અને આંતરડાદિના સંઘાત(પિડ-સમુદાય)થી નિષ્પન્ન છે; તેથી તેમ જ મૂત્ર અને વિટાનું ભાજન હોવાથી અશુચિ(અપવિત્ર-ગંદું) છે.’-આ પ્રમાણે કહીને જે કથાથી શ્રોતાને સંવેગ પ્રાપ્ત કરાવાય છે; તે કથાને ‘આત્મશરીરસંવેજની' કથા કહેવાય છે. આવી જ રીતે બીજાના શરીરની અપવિત્રતાનું વર્ણન કરીને જે કથાથી શ્રોતાને સંવેગ પ્રાપ્ત કરાવાય છે તે કથાને ‘પરશરીરસંવેજની' કથા કહેવાય છે. અથવા શરીરનું વર્ણન કરીને બીજા શ્રોતાને સંવેગ પ્રાપ્ત કરાવાય છે. તેથી તે કથાને ‘પરશરીરસંવેજની’ કથા કહેવાય છે.
ઈહલોકસંવેજનીથા તેને કહેવાય છે કે જે કથાથી
શ્રોતાને ‘આ બધું મનુષ્યપણું અસાર, અધ્રુવ, કેળના સ્તંભ જેવું છે'... ઈત્યાદિનું વર્ણન કરીને સંવેગ પ્રામ કરાવવામાં આવે. અહીં વક્તાની અપેક્ષાએ ‘ઈહલોક’
美
/ X
૨૬