________________
દેશના (થા) આપવી(કરવી) જોઈએ. અન્યથા તેવી રુચિને કરાવ્યા વિના તે દેશના કરવાથી કોઈ જ સિદ્ધિ થતી નથી-એમ વિક્ષેપણીથાના જાણકારો કહે છે.”-આ પ્રમાણે શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. ગ્રંથકારશ્રીએ આ બારમા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે : એટલું જ જણાવ્યું છે. તેથી વિશેષ કશું જ જણાવ્યું નથી. પરંતુ એ અર્થનો વિચાર કરવાથી સમજી શકાશે કે વિક્ષેપણથા; રુચિનો અભાવ હોય તો તે સિદ્ધિનું કારણ બનતી નથી. ધર્મદેશનાના શ્રવણથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ દ્વારા પરમાત્મતત્ત્વની પ્રાપ્તિ થતી હોય છે. ધર્મકથા કરનારનો એ એકમાત્ર ઉદ્દેશ હોય છે.
શ્રોતાને માર્ગ પ્રત્યે રુચિ ન હોય તો એ ઉદ્દેશ સિદ્ધ થતો નથી. આમ તો વિક્ષેપણીથી સામાન્યથી કરવાની નથી પરંતુ ઉપર જણાવ્યા મુજબ પરસમયમાં દૂષણ બતાવવાનું ક્યારે આવશ્યક બને ત્યારે તે કથા કરવાનો પ્રસંગ આવે છે. આવા પ્રસંગે શ્રોતાને રુચિ જાગે ત્યાં સુધી પ્રતીક્ષા ક્યાં વિના બીજો કોઈ ઉપાય નથી. એ માટે જરૂર પડે શ્રોતાને રુચિ જાગે તેવો પ્રયત્ન પણ કરવો જોઈએ. રોગીને કડવી દવા પિવરાવવા માટે જેમ અનેક ઉપાય કરવા પડે છે તેમ અહીં શ્રોતાને એવી રુચિ પ્રાપ્ત કરાવવા પણ પ્રયત્ન કરવો પડે. સામાન્ય રીતે રોગીને દવા લેવાની ઈચ્છા થાય પરંતુ કડવી દવા લેવાની ઈચ્છા ન હોય. તેમ અહીં પણ ધર્મશ્રવણની ઈચ્છા હોવા છતાં પરસમયમાં
(૨૪ કે
-
SEEK GEET, GS