Book Title: Katha Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 25
________________ क्षिप्त्वा दोषान्तरं दद्यात्, स्वश्रुतार्थं परश्रुते । व्याक्षेपे चोच्यमानेऽस्मिन्मार्गाप्तौ दूषयेददः ॥९-११॥ પરયુતમાં સ્વયુતાર્થને નાખીને પરયુતમાં દોષાંતર જણાવવા અથવા પરયુતનું નિરૂપણ કરતી વખતે શ્રોતા માર્ગપ્રાપ્તિમાં અભિમુખ થયો છે-એમ દેખાય પછી પરયુતમાં દોષ જણાવવા.”-આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સ્વસમયનો જે અર્થ છે તેને પરસમયમાં નાંખીને અર્ધા બંન્ને એક જ છે : એમ જણાવીને પરયુતમાં દોષાંતર જણાવવા કે જેથી શ્રોતાને સ્વશ્રુતમાં દઢતા પ્રાપ્ત થાય અને તે પરથુતનો સ્વીકાર ન કરે. શ્રોતાને એ પ્રમાણે જણાવતા ફરમાવવું કે-જેમ અમારો અહિંસાદિ સ્વરૂપ ધર્મ છે તેમ સાખ્ય વગેરેનો પણ અહિંસાદિ સ્વરૂપ ધર્મ છે. “હિંસા(હિંસાદિ) સ્વરૂપ ધર્મ થાય' એવું થયું નથી અને થવાનું નથી-ઈત્યાદિ વચનો હોવાથી અમારી જેમ જ સાખ્ય વગેરેનો પણ ધર્મ અહિંસાદિ સ્વરૂપ છે. પરંતુ સાંખ્યાદિદર્શનમાં આત્મા એકાંતે અપરિણામી તેમ જ એકાંતે અનિત્ય વગેરે સ્વરૂપે મનાતો હોવાથી અહિંસાદિ ધર્મ ઘટતો નથી. કારણ કે એકાંતનિત્ય કે એકાંત-અનિત્ય પક્ષમાં હિંસાદિ સંભવતા નથી.(આ પૂર્વે વાદબત્રીશીમાં એ જણાવ્યું છે.) આ રીતે સ્વશ્રુતમાં વર્ણવેલા અર્થને પરકૃતાર્થની સાથે જણાવીને પરકૃતાર્થની ExG/ST/ SC/STON

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66