Book Title: Katha Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 30
________________ મનુષ્યભવ છે. એના સિવાયના દેવાદિભવો પરલોક છે. મનુષ્યભવ-સંબંધી અસારતાદિનું વર્ણન કરીને શ્રોતાને સંવેગ પ્રાપ્ત કરાવનારી કથા ઈહલોકસંવેજની કથા છે. ‘પરલોક-સંવેજની’ કથાનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે ‘‘ઈર્ષ્યા, વિષાદ, મદ, ક્રોધ અને લોભ વગેરે કારણે દુ:ખથી દેવો પણ અભિભૂત છે તો તિર્યંચો અને નારકીઓનાં દુ:ખો અંગે શું કહેવું ?'' આવા પ્રકારની કથાને કહેનારા ધર્મકથિક મહાત્માઓ શ્રોતાને સંવેગ પ્રાપ્ત કરાવે છે. તેઓશ્રીએ કહેલી તે કથાને ‘પરલોક સંવેજની’ કથા કહેવાય છે. ૯-૧૩ના હવે સંવેજનીકથાના રસ(સાર)નું વર્ણન કરાય છે – वैक्रियर्थ्यादयो ज्ञानतपश्चरणसम्पदः । शुभाशुभोदयध्वंसफलमस्या रसः स्मृतः ॥ ९-१४॥ ‘‘શુભકર્મના ઉદયનું અને અશુભકર્મના ધ્વંસનું ફળ વૈક્રિય ઋદ્ધિ વગેરે ગુણો તેમ જ જ્ઞાન, તપ અને ચારિત્રની સમ્પત્તિ છે : તે આ સંવેજનીથાનો રસ છે.''-આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે શુભકર્મના(પુણ્યના) ઉદયથી અને અશુભ કર્મના ક્ષયથી ગુણો અને સમ્પત્તિ પ્રાપ્ત થાય છે. આત્માને તપના સામર્થ્યથી પ્રાપ્ત થયેલા વીર્યના સામર્થ્યથી વૈક્રિયલબ્ધિ તેમ 凍品製 DUXUG ૨૭ 回頭可 D LD LOD:

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66