________________
બરાબર(પ્રમાણ) છે.' આ રીતે તે શ્રોતાને તે વાતમાં પ્રામાણ્યનું જ્ઞાન થાય છે, જે ખરેખર તો થોડા સમયમાં સિદ્ધાંતના પ્રામાણ્યનું વિરોધી બને છે. એ પ્રામાણ્યનું જ્ઞાન જ્યાં સુધી હોય ત્યાં સુધી સિદ્ધાંતના પ્રામાણ્યનું જ્ઞાન થતું નથી.
અહીં યાદ રાખવું જોઈએ કે ધર્મકથાસ્વરૂપ વિક્ષેપણી કથાનું નિરૂપણ કરવાનું અહીં તાત્પર્ય છે. પારમાર્થિક ધર્મને સમજાવવાથી ધર્મકથા ધર્મકથા તરીકે થતી હોય છે. એ અપેક્ષાએ ધર્મકથા સ્વસમયને આશ્રયીને પ્રવર્તે છે. સહજ રીતે શ્રોતા જ્યારે માર્ગને અભિમુખ થાય ત્યારે ઉપર જણાવ્યા મુજબની વિક્ષેપણીકથા શ્રોતાના ચિત્તને વિચલિત બનાવે છે અને તેથી થોડા જ સમયમાં શ્રોતાની માર્ગરુચિ નાશ પામે છે. આથી સમજી શકાય છે કે ધર્મકથા કરનારે વિક્ષેપણીકથા કરવાથી શક્ય પ્રયત્ને દૂર ને દૂર જ રહેવું જોઈએ. શ્રોતાને માર્ગાભિમુખ બનાવવાના બદલે તેની માર્ગ પ્રત્યેની રુચિ જ ગુમ થઈ જાય-એ કેટલું વિચિત્ર છે ?... તે સમજી પણ ના શકાય, એવી વાત નથી. ।।૯-૧૦ના
ઉપર જણાવ્યા મુજબ આ વિક્ષેપણીકથા કરવી ના જોઈએ તે સમજાય છે. પરંતુ એ મુજબ વિક્ષેપણીકથા કરવામાં ન આવે તો પરદર્શનમાં દોષોનું દર્શન કરાવી નહિ શકાય, તેથી તે કઈ રીતે કરવું તે અંગે જણાવાય છે
\D\/\/
-
૨૧ NE\\ZNT\ EZ: \ / X/u/0/