________________
વિક્ષેપણીકથા તે છેડે જેમાં પહેલા સ્વસમય (જૈનશાસનાનુસાર)નું પ્રતિપાદન કરીને જૈનેતર દર્શનાનુસાર-પરસમયનું પ્રતિપાદન કરાય છે. તે વખતે સ્વસમય (સિદ્ધાંતો)ના ગુણો દર્શાવીને પરસમયના દોષો જણાવાય છે-આ પહેલી વિક્ષેપણીકથા છે. બીજી વિક્ષેપણીકથા તેને કહેવાય છે કે જેમાં પરસમયનું પ્રતિપાદન પ્રથમ કરાય છે અને ત્યારે તેના દોષોનું પણ નિરૂપણ કરાય છે. ત્યાર પછી સ્વસમયનું નિરૂપણ કરાય છે અને ત્યારે તેના ગુણો પણ જણાવાય છે.
હવે ત્રીજી વિક્ષેપણીકથાનું સ્વરૂપ જણાવાય છે. પ્રથમ પરદર્શનનું નિરૂપણ કરીને તે તે દર્શનમાં જે ભાવો (પદાર્થો); શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલા ભાવોથી વિરુદ્ધ છે અને અસદ્-વિકલ્પેલા છે. તેનું વર્ણન કરીને તેમાં રહેલા દોષોનું પરિભાવન કરવામાં આવે અને ત્યાર પછી તે તે દર્શનોમાં ઘુણાક્ષરન્યાયે જે ભાવો શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલા ભાવો જેવા છે તેને આશ્રયીને જણાવવામાં આવે કે તે ભાવો સારા જણાવ્યા છે. આવી કથા ત્રીજી વિક્ષેપણી ક્યા છે. અથવા પ્રથમ મિથ્યાવાદનું નિરૂપણ કરીને પછી સમ્યગ્વાદનું નિરૂપણ કરાય ત્યારે ત્રીજી વિક્ષેપણીકથા કહેવાય છે. ‘નથી' (આત્મા નથી, પરલોક નથી, કર્મ નથી... ઈત્યાદિ)-આ પ્રમાણે જણાવવું તે મિથ્યાવાદ કહેવાય છે અને ‘છે’-આ પ્રમાણે જણાવવું તે સમ્યગ્વાદ કહેવાય છે. આથી સમજી શકાશે કે પ્રથમ નાસ્તિકવાદીની
純
E
૧૮
可可飲
DKG