________________
જોવા મળતું નથી. ઉલ્લાસ વધે અથવા થાય તો ધર્મ કરીએ એ વાત જોવા મળે પરંતુ ઉલ્લાસ મેળવીને ધર્મ કરવાની વાત આજે લગભગ નાશ પામવા લાગી છે. અપેક્ષાએ વિચારીએ તો સમજાશે કે વીર્યાન્તરાયનો ક્ષયોપશમ સર્વ સિદ્ધિઓનું મૂળ છે. એ ક્ષયોપશમ આક્ષેપણી કથાથી પ્રાપ્ત થાય છે. તેથી તેના રસ તરીકે અહીં વીર્યને વર્ણવ્યું છે.
આ રીતે ઉલ્લાસ પામતા વિર્યથી વિશુદ્ધ તપમાં પ્રયત્નશીલ બનેલા આત્માઓ પાંચ સમિતિ અને ત્રણ ગુમિમાં ખૂબ જ અપ્રમત્ત હોય છે. આશ્રવના નિરોધ માટે પાંચ સમિતિ અને ત્રણ ગુમિનું પાલન છે. કર્મબંધને અટકાવવા માટે આશ્રવનો નિરોધ વિહિત છે. આપણીકથાના અનવરત શ્રવણથી સમિતિ તથા ગુમિના પાલન માટે અનુકૂળતા પ્રાપ્ત થાય છે. સમિતિ-ગુમિનું સ્વરૂપ સુપ્રતીત છે. વિદ્યા, ક્રિયા અને તપ વગેરેની પ્રત્યે બહુમાન ઉત્પન્ન કરાવવા દ્વારા જ આ આક્ષેપણી ધર્મસ્થા ફળવતી છે. અન્યથા વિદ્યાદિ પ્રત્યે બહુમાન ન થાય તો એ કથાનો કોઈ અર્થ નથી. માત્ર કાનને પ્રિય લાગે એટલામાત્રથી કથા ફળવતી નથી. શ્રોતાનું હૈયું વીંધાય એ રીતે કરાયેલી કથાથી ઉપર જણાવ્યા મુજબ શ્રોતાને આક્ષેપણીથા સ્વરૂપ કલ્પવેલડીના રસ સ્વરૂપ વિદ્યા, ક્યિા વગેરેની પ્રાપ્તિ થાય છે, જે શ્રોતાના ચિત્તને કથામાં આકૃષ્ટ કરે છે. ૯-૮ાા