Book Title: Katha Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ સ્વરૂપ ભાવાન્ધકારના કારણે આપણને અત્યંત અપકાર થાય છે. અંધકારની અપકારિતાનો આપણને પૂરતો ખ્યાલ છે. તેથી તેનો નાશ કરવા માટે આપણે શક્ય એટલો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ ભાવાંધકારની અત્યંત અપકારિતાનો આપણને સહેજ પણ ખ્યાલ નથી, જેથી તેના નાશ માટે પ્રયત્નનો લેશ પણ થતો નથી. સાચું કહું તો તેના નાશનો વિચાર જ આવતો નથી. પૂ. ગુરુભગવંતની પરમતારક ધર્મદેશનાના શ્રવણથી આપણા અજ્ઞાનનો નાશ થાય છે. અજ્ઞાનનાશકવિદ્યાની પ્રાપ્તિ : તે આક્ષેપણી થાનો એક રસ છે. અજ્ઞાનનો એ રીતે નાશ થવાથી જ્ઞાનના ફળ સ્વરૂપે આત્માને ચારિત્રની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન ગમે તેટલું મળે પરંતુ અજ્ઞાનનો નાશ ન થાય તો ચારિત્રની પ્રાપ્તિ કોઈ પણ રીતે નહિ થાય. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ્ઞાન મળે છે અને મિથ્યાત્વમોહનીયની મંદતાદિના કારણે અજ્ઞાનનો નાશ થાય છે. અન્યદર્શન-પ્રસિદ્ધ અવિદ્યા કે મોહ વગેરે જેઓ સમજે છે તેમને અજ્ઞાન અને જ્ઞાનનો અભાવ : એ બંન્નેમાં જે ભેદ છે તે સમજતાં વાર નહીં લાગે. ક્રિયાઓ અનેક જાતની છે. આપણા માટે ક્રિયાઓ કોઈ નવી વસ્તુ નથી. પરંતુ સર્વસંવરભાવને અનુક્રમે જે પ્રાપ્ત કરાવે છે તે ચારિત્રસ્વરૂપ ક્રિયાની અહીં વિવક્ષા છે, જે ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થતી હોય છે. આક્ષેપણીકથાસ્વરૂપ કલ્પવેલડીનો એ પણ રસ છે. \DY SEEN ISH :// ૧૪ 紅港式飲

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66