________________
કરે તો તે શ્રોતાઓ માટે વિવક્ષિત ફળને પ્રાપ્ત કરાવનારી બનતી ન હોવાથી તે અમોઘ નથી બનતી, નિષ્ફળ જાય છે. I૯-ળા
આક્ષેપણીથા જેને લઈને અમોઘ-સફળ બને છે; તે જણાવાય છે - विद्या क्रिया तपो वीर्य, तथा समितिगुप्तयः । आक्षेपणीकल्पवल्ल्या मकरन्द उदाहृतः ॥९-८॥
“વિદ્યા, દિયાં, તપ, વીર્ય તેમ જ સમિતિ અને ગુણિઓઆક્ષેપણી સ્વરૂપ કલ્પવેલડીના રસ તરીકે વર્ણવી છે.” આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. ધર્મસ્વરૂપ કલ્પવૃક્ષની વેલડી સ્વરૂપ આક્ષેપણીકથા છે. તે વેલડીના રસ વિદ્યા, ક્યિા અને તપ વગેરે છે. એ વિદ્યાદિ સ્વરૂપ રસને ઉત્પન્ન કરવાથી જ આક્ષેપણ ક્યા ફળવતી છે. અન્યથા વિદ્યાદિનું કારણ એ થા ન બને તો તે નિષ્ફળ મનાય છે. શ્રોતાને વિદ્યા વગેરેની જેનાથી પ્રાપ્તિ ન થાય તે થા નિરર્થક બને છે.
વિદ્યા; જ્ઞાનને કહેવાય છે. અત્યંત અપકાર કરવાના સ્વભાવવાળું એવું જે ભાવતમ(અજ્ઞાન) છે, તેના નાશને કરનારું જ્ઞાન છે. આમ તો જ્ઞાનનું સ્વરૂપ સુપ્રસિદ્ધ છે. અહીં વર્ણવેલું તેનું સ્વરૂપ યાદ રાખવું જોઈએ. અજ્ઞાન