________________
સૂક્ષ્મબુદ્ધિગમ્ય એવા જીવ, કર્મવર્ગણા, તેના બંધ-ઉદય તેમ જ તેના પરિણામ વગેરે સ્વરૂપ સૂક્ષ્મ પદાર્થોનું વર્ણન કરવાથી તેના શ્રવણમાં શ્રોતાને અપૂર્વ આનંદ આવતો હોય છે, જેથી એ પદાર્થોને વર્ણવતા ધર્મને વિશે તેનું ચિત્ત આકૃષ્ટ બને છે.
બીજા આચાર્યભગવંતો આચારાદિનું સ્વરૂપ જણાવતાં તે તે ગ્રંથોને આચારાદિ જણાવે છે. કારણ કે તે તે ગ્રંથથી આચારાદિનું નિરૂપણ કરાયું છે. નિરૂપક-ગ્રંથને નિરૂપણીય- આચારાદિ ઉપચારથી કહી શકાય છે. આચારાગૈસૂત્ર વગેરે આચાર છે, વ્યવહારસૂત્ર વગેરે વ્યવહાર છે, ભગવતીસૂત્ર વગેરે પ્રજ્ઞમિ છે અને અનુયોગદ્વાર વગેરે સૂત્રો દષ્ટિવાદ છે. તે તે સૂત્રને અનુલક્ષીને પ્રવર્તતી આક્ષેપણીથા ચાર પ્રકારની છે-એ સમજી શકાય છે. ૫૯-
આક્ષેપણસ્થાનું કાર્ય જણાવાય છે - एतैः प्रज्ञापितः श्रोता, चित्रस्थ इव जायते । दिव्यास्त्रवन्न हि क्वापि, मोघाः स्युः सुधियां गिरः ॥९-७॥
આચાર, વ્યવહાર, પ્રજ્ઞમિ અને દષ્ટિવાદ દ્વારા સમજાવવામાં આવે તો શ્રોતા ચિત્રમાં અંકિત માણસની જેમ સ્થિર થઈ જાય છે. દિવ્ય અસ્ત્ર જેમ ક્યારે પણ નિષ્ફળ જતું નથી તેમ બુદ્ધિમાનની વાણી ક્યારે પણ
( ૧૧ )