________________
તત્ત્વપ્રતિપત્તિ કરાવવાની ભાવનાથી પ્રવર્તતી હોય છે. કથા સાંભળવામાત્રથી તત્ત્વપ્રતિપત્તિ થતી નથી. પરંતુ બોધ અને મીમાંસા(તત્ત્વની વિચારણા) દ્વારા તત્ત્વપ્રતિપત્તિ થાય છે. આક્ષેપણીધર્મકથાના શ્રવણથી સાક્ષાત્ તત્ત્વપ્રતિપત્તિ થતી ન હોવા છતાં તેને અભિમુખ શ્રોતાનું ચિત્ત બને છે.
અથવા; ધર્મકથાની પ્રારંભાવસ્થામાં શ્રોતાને તત્ત્વાતત્ત્વનો એવો કોઈ વિચાર હોતો નથી કે જેને લઈને તે તત્ત્વપ્રતિપત્તિને અભિમુખ ચિત્તવાળો બને તેથી અહીં શ્રોતાના ચિત્તનો આક્ષેપ એક પ્રકારના આનંદના અનુભવ સ્વરૂપ સમજવો. આચારાદિનું વર્ણન સાંભળવાથી શ્રોતાને અપૂર્વ એવા શાંતરસાસ્વાદનો અનુભવ થાય છે, જેથી ચિત્ત ત્યાં જ આક્ષિમ રહે છે. આચારાદિની અદ્ભુતતાની જેમ જેમ પ્રતીતિ થતી જાય છે તેમ તેમ શ્રોતાને વિષયકષાયની શાંતાવસ્થાનો અનુભવ થતો જાય છે અને તેથી શ્રોતાનું ચિત્ત અપૂર્વ એવા શાંતરસના આસ્વાદમાં લીન બને છે. ધર્મકથાનો હેતુ(પ્રયોજન) જ એ છે કે જીવને શમની પ્રાપ્તિ થાય. જે વિષયકષાયની પરિણતિના કારણે જીવનો સંસાર છે, તેની શમાદિ અવસ્થાને પ્રાપ્ત કર્યા વિના જીવના સંસારનો અંત કઈ રીતે થાય ? ધર્મનું સ્વરૂપ જ સંસારનો અંત લાવનારું છે. આથી સમજી શકાશે કે
ધર્મકથા અપૂર્વ એવા શમરસના વર્ણનથી ગર્ભિત હોવી
જોઈએ. ધર્મકથાનો સ્થાયીભાવ ‘શમ' છે. તેના વર્ણનના
冷冷 []] ]] ]] ]
७
凍冷凍D \/\/\/\/\/\]