________________
जनावर्त
नवपदावर्त
नकारावर्त
વિભાગ-૧
ની પીકીની અનુભવવાણી) પ્રવચનઃ પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ. સા.
પરિષ્કાર શ્રી મુનીન્દ્ર સ્તવન એટલે શું? પ્રભુ સાથે એકાન્તમાં કરવાની વાતો. સ્તવન એ પ્રભુ સાથેની પ્રગટ વાતો છે, જ્યારે ધ્યાન એ ગુપ્ત વાતો છે.
જ્યાં સુધી દેહદ્રષ્ટિ છે, ત્યાં સુધી દાસભાવ છોડવાનો નથી. દેહદ્રયા તવ દાસો હં)
જ્યારે બાતા, ધ્યેય અને ધ્યાનની એકતા થઈ જાય ત્યારે આત્મા સ્વયં પરમાત્મા બની જાય છે.
દુનિયાના રૂપ રંગની પ્રીતિ છોડવા માટે પ્રભુની પ્રીતિ હોવી જરૂરી I'S Rા છે. પ્રભુની સાથે પ્રીતિ જામ્યા પછી પ્રભુના વચનો શું છે ? મારા પ્યારા
પ્રભુએ શું કહ્યું છે? તે જાણવાનું મન થશે. જેની સાથે પ્રેમ બંધાય તેના વચનો જાણવાનું મન થાય જ. શાસ્ત્રમાં આને “વચનયોગ' કહે છે. પ્રીતિભક્તિ પછી “વચનયોગ” આવે છે અને શાસ્ત્ર (વચન) માં સ્થિરતા આવતાં “અસંગયોગમાં આવે છે અને બધી દુવિધાઓ ટળી જાય છે. ‘નમો' માં પ્રીતિ-ભક્તિ-વચન વિ. યોગો રહેલા છે. ઈચ્છાયોગ' શું છે? હે પ્રભુ ! મને નમસ્કાર કરતાં આવડતું નથી. મને શીખવાડો હું તે શીખવા ઈચ્છું છું - આવી ભાવના હોવી તે છે. કાશ ! જીવનમાં એકાદ વખત પણ “ઈચ્છાયોગ' આવી જાય ! બધાના નમસ્કારમાં ફરક હોય છે, અપુનબંધક, સમ્યદ્રષ્ટિ, દેશ-સર્વવિરતિ આદિ સર્વ નમસ્કાર કરે અને ક્રમશઃ વધુ ને વધુ કર્મનિર્ભર કરે છે. જેમ પાવર હાઉસ સમાન છે, પણ બલ્બ પોતાની યોગ્યતા મુજબ જ પ્રકાશિત થાય છે.
ભગવાન સાથે પ્રીતિ જાણ્યા પછી એટલો નિર્ણય કરી જ લો કે જ્યાં સુધી ભગવસ્વરૂપ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રીતિ-પ્રભુનો પ્રેમ નહિ જ છોડું. જે પ્રભુની સંપૂર્ણ શરણાગતિ કરે છે, જીવનનું પૂર્ણ સમર્પણ કરી દે છે, તે અવશ્ય સર્વજ્ઞ બની જાય છે. શ્રી ગૌતમ કેટલા અભિમાની હતા? પ્રભુને હરાવવા આવેલા છતાં તેમના શરણે જતાં જ પ્રભુએ તેમને ગણધર બનાવી દીધા. પ્રભુની આ ઓછી કરૂણા છે?
પુષ્યમાતા-નવકાર, વર્ણમાતા-બારાખડીના પર અક્ષરો, પ્રવચન માતા-અષ્ટ પ્રવચન માતા, ધ્યાનમાતા-ત્રિપદી આ ચાર માતાઓ છે. આ ચારેય માતાઓ “નમો” માં રહેલી છે.
होकारावर्त
اس
سه
T
* TY
PUT 3:વિર્ય
વિાક વી.
सन्ट्रावत