Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
શ્વાસ લીધો. તે વખતે સવારના ૭. ૨૦નો સમય થઈ ચૂક્યો હતો. પૂર્વ ક્ષિતિજમાંથી મહા સુ. ૪, શનિવાર, ૧૬-૨-૨૦૦૨નો સૂર્યોદય થઈ રહ્યો હતો, જ્યારે આ બાજુ અધ્યાત્મનો મહાસૂર્ય મૃત્યુના અસ્તાચલમાં ડૂબી રહ્યો હતો. ઉત્તર ભાદ્રપદ નક્ષત્રનું ત્યારે ચતુર્થ ચરણ હતું. પૂર્વ ક્ષિતિજમાં કુંભ લગ્ન ઉદિત હતું. ત્યારના ગ્રહોની સ્થિતિ : લ | સૂ | ચ | મે | બ | ગુ | શુ | શ | રા | કે | ૧૧ ) ૧૧ | ૧૨ ૧૨| ૧૦ | ૩ | ૧૧ | ૨ | ૩ | ૯ |
તે સમયે કેશવણામાં ફલોદીમાં ચાતુર્માસ કરનાર બધા જ મુનિ ભગવંતો (પૂ.આ.શ્રી વિ. કલાપ્રભસૂરિજી, પૂ.પં. કલ્પતરૂ વિ., પૂ.પં. કીર્તિચન્દ્ર વિ., પૂ. તત્ત્વવર્ધન વિ., પૂ. કીર્તિદર્શન વિ., પૂ.કેવલદર્શન વિ., પૂ. કલ્પજિત વિ.) તથા સાચો૨માં ચાતુર્માસ કરનાર પૂ. અમિતયશ વિ., પૂ. આગમયશ વિ. પણ મૌન એકાદશીના દિવસે પૂજયશ્રીની સેવામાં ઉપસ્થિત થઈ ગયા હતા. રાણીમાં ચાતુર્માસ કરનાર કીર્તિરત્ન વિ. તથા હેમચન્દ્ર વિ. પણ ૧૮ દિવસ પહેલા જ આવી ગયા હતા. આ બધા મહાત્માઓએ પૂજ્યશ્રીની સેવાનો અનુપમ લાભ લીધો હતો.
તે સમયે પૂજ્યશ્રીના બીજા શિષ્યો ગુજરાતમાં હતા. ગણિશ્રી પૂર્ણચન્દ્ર વિ. આદિ ૫ ઉંઝામાં, ગણિશ્રી તીર્થભદ્ર | વિ. આદિ ૩ રાજપીપળામાં, ગણિશ્રી વિમલપ્રભ વિ. આદિ ૨ નવસારીની બાજુમાં, આનંદવર્ધન વિ. આદિ ૨ આરાધનાધામ (જામનગરમાં) હતા ને અમે મનફરાથી આધોઈના વિહારમાં હતા.
પૂજ્યશ્રીના પવિત્ર દેહને અનેક સંઘો તથા અનેક પૂ. આચાર્ય ભગવંતોની સૂચનાથી શંખેશ્વરમાં લાવવામાં આવ્યો તથા અગ્નિ સંસ્કાર પણ ત્યાં જ કરાયો. તે વખતે ગણિ પૂ. પૂર્ણચન્દ્ર વિ., મુનિ અનંતયશ વિ. આદિ પાંચ મહાત્માઓ ઉંઝાથી શંખેશ્વર આવી ગયા હતા. હજારો લોકોની ચોધાર અશ્રુધારા વહાવતી આંખો સાથે પૂજ્યશ્રીનો અગ્નિ સંસ્કાર