________________
જૈન સંસ્કૃતિના ધ્વજ રી સમુ દાદાસાહેબ-ભાવનગરનું વિરાટ જિનમંદિર
ભાવનગરના હાર્દસમા દાદાસાહેબ સંકુલ નિર્માણને એકસો વર્ષ પૂરા થયા. સદ્ગુણોથી શોભતા સમર્થ શાસનપ્રભાવક પૂ. મુનિશ્રી વૃદ્ધિચંદ્રવિજયજી મહારાજની સંકલ્પસિદ્ધિથી ગોહિલવાડના રળિયામણા અને પ્રગતિશીલ શહેર ભાવનગરના દાદાવાડી વિસ્તારમાં સં. ૧૯૪૬ના શ્રાવણ શુદી-૬ ના રોજ શુભ ચોઘડીયે એક વિરાટકાય જિનમંદિર માટેનું ખાતમુહમાં થયું.
તેમનાથી દીક્ષિત થયેલા પૂ. પંન્યાસ પ્રવરશ્રી ગંભીરવિજયજી મ. ની પ્રેરણાથી મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ભારે ઠાઠમાઠથી જૈન સંઘના બહોળા શ્રાવક સમુદાયના પૂરા સહયોગથી સુસંપન્ન બન્યો.
આ બંને પૂજ્યોના નામ પાછળ તિર્થોદ્ધારક આચાર્યશ્રી નેમિસૂરિજી મ. સહિત સેંકડો પ્રભાવક સાધુઓની પરંપરા રહી છે.
Jain Education International
ha
ભાવનગરના વીશેક હજાર જૈન પરિવારોની નિર્મળ અને ભવ્ય ભાવનાનો ચેતનવંતો ધબકાર નિરંતર આ મંદિરના સ્તંભોમાં સંભળાય છે.
આવા મંદિરો જ જૈન શાસનની ધરી છે, આ મંદિરોજ માનવ ઉત્કર્ષના વિશિષ્ટ કેન્દ્રો ગણાયા છે. માનવીને શ્રદ્ધા બક્ષવાનું આ મંદિરોનું જ મોટુ પ્રદાન છે. આ મંદિરોજ પરમાત્માને પામવાના આલંબિત પગથિયા છે. આ મંદિરોજ સ્વયં એક મહાશાળા છે જ્યાં અધ્યાત્મ અને સંવાદિતતાનું શિક્ષણ મળે છે. અને મનના, આત્માના રોગોનું નિવારણ
થાય છે.
સૌજન્ય : પ્રાર્થના જૈન યુવક મંડળ 6 મનિષભાઈ કનાડીયા
Ca
For Private & Personal Use Only
www.jainelibrary.org