Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 19 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પ્રવિત્ની પૂ. સા. શ્રી કુમુદશ્રીજી મ. ની સમાધિપૂર્વક કાળધર્મ
પ્રવર્તિની પૂ. સા. શ્રી કુમુદશ્રીજી મ. ની સમાધિપૂર્વક કાળધર્મ
જણાવવાનું કે પૂજ્યપાદ આચાર્યદવશ્રીમદ્ વિજય સિદ્ધિ- સુરીશ્વરજી (પૂ. બાપજી મ.સા.) ના સમુદાયવર્તી તથા પ્રશાંતમૂર્તિ પૂજ્યાપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસુરીશ્વરજી મ. સા. ના પચર સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવશ્રીમદ્વિજય મહોદયસુરીશ્વરજી મહારાજના આજ્ઞાવર્તિ પ્રવર્તિની પૂજ્ય સાધ્વીજી શ્રી હીરશ્રીજી મ. સા. ના શિખારત્ના વાત્સલ્યનિધિ પ. પૂ. પ્રવર્તિની સાધ્વીજી શ્રી કુમુદશ્રીજી મ. સા. કા. સુ. ૫ મંગળવાર તા. ૨૦-૧૧-૨૦૦૧ ના રોજ રાતના ૮ ક. ૫૭ મિનિટે નમસ્કારમહામંત્રનું સ્મરણ તેમજ અરિહંતધ્યાનમાં એકાગ્ર બની કાધર્મ પામ્યા છે.
શ્રી જૈન શાસન (અઠવાડીક) વર્ષ ૧૪ * અંક ૨૧-૨૨ * તા. ૨ ૪-૧-૨૦૦૨
જન્મે તેનું મૃત્યુ નિશ્ચિત છે. પરંતુ મૃત્યુને મહોત્સવ બનાવી જનારા પૂણ્યાત્માઓને ધન્ય છે. સદ્ગતના સંયમ પૂણ્યાત્માનો અમદાવાદ (રાજનગર) ખેતરપાળની પોળમાં સુશ્રાવક પિતાશ્રી સાંકળચંદભાઇ તથા માતૃશ્રી મણીબેનના ગૃહે વિ. સં. ૧૯૯૬ ભા. વ. ૧૩ના શુભ દિવસે પૂત્રરત્નનો જન્મ થયો. તેઓશ્રીનું સંસારી નામ કમળાબેન હતું. તેઓશ્રીને ત્રણ ભાઇ, ચાબેનો હતા તેમાં તેઓશ્રીનું સ્થાન બીજા નંખ્યું હતું માતા-પિતાના ધર્મસંસ્કારોના પ્રભાવે વિ. સં. ૧૯૮૩ વૈશાખ સુદ પાંચમના શુભ દિવસે અમદાવાદમાં હઠીભાઇની વાડમાં ૧૭ વર્ષની ભરયુવાનીમાં પૂજ્યપાદ્ આચાર્યદેવ શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબના વરદ્ હસ્તે દીક્ષિત થઇ ૫. પૂ. શ્રી પ્રવર્તિની સાધ્વી શ્રીહીરશ્રીજી મ. સા ના ચરણોમાં જીવન સમર્પિત કરી પોતાના સંયમ બાગને વિવિધ તપ, ત્યાગ, જ્ઞાન, ધ્યાનરૂપી પૂષ્પો દ્વારા મધમધાયમાન
બનાવ્યો હતો. સ્વ. પૂ. શ્રી અમને છોડીને ચાલ્યા ગયા તેનું અમને ખૂબજ દુ:ખ છે. પરંતુ તેઓશ્રી અદ્ભૂત સમાધિ સાધી ગયા. તેનો અમને આનંદ છે. મહાન પૂણ્યોદયે અંતિમ વર્ષમાં (૨૦૫૮) વાત્સલ્યસિંધુ, સુવિશાલ ગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયજયકુંજર સૂરીશ્વરજી મ. સા., પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મ. સા. આદિની નિશ્રામાં ચાતુર્માસ થયું. પ. પૂ. મુનિરાજશ્રી કુમુદચંદ્ર વિ. મ. સા. નું પણ વાત્સલ્ય ભૂલાય તેમ નથી. તે ખરેખર અમારા આત્માને સંતોષજનક છે તે હકીકત છે.
વિશેષતા : તબિયત અસવસ્થ અને પાકટ ઉમર હોવા છતાં પણ ક્રિયાનો રાગ તથા જ્ઞાનવિપાસાનો રાગ તેઓમાં ખીલેલો હતો. નિશ્રામાં રહેલાને તથા આવનારને ૯૨ વર્ષની વયે પણ અભ્યાસ તથા તપાચરણ સમજાવવાની શક્તિ અજબ કોટીની હતી, વાચનાથી ઘણા જીવો સદ્ધર્મમાર્ગે જોડાયેલા હતા.
સ્વ. પૂજ્યશ્રીજીની માંદગી ટુંકી હતી પણ તેમાં તેઓની ધીરજ, સમતા, ચિત્તની પ્રસન્નતા અજબ કોટીની હતી. જોનારને સહજ ડોલાવી દે તેવી હતી. તેઓશ્રીના શિષ્યા-પ્રશિષ્યા આદિને જ્ઞાન, દર્શન, ચારિત્ર્યમાં ઓતપ્રોત બનાવી સદા પોતામાં રહેલી વાત્સલ્યતા, ઉદારતા વિ. ગુણોના કારણે કિલ્લોલ કરાવતા ચાલી જનારા માતૃહૃદયા પૂ. ગુરૂદેવશ્રીજીના ઉપકારો અમે ક્યારે પણ ભૂલી શકીએ તેમ નથી.
જેના ઉપકારોના ૠણથી ક્યારેય પણ અૠણી ન બની શકાય એવા અમારા પરમોપકારી પૂ. ગુરૂણીજીને વેદનાની પળોમાં
લયલીન રાખી સમાધિ આપનારા પરોપકારી પૂ. આ. ભ. શ્રી મુક્તિપ્રભસૂરીશ્વરજી મ. સા. અેમજ અન્ય મુની ભગવંતોએ ઉપકારોની હેલી વરસાવી છે. સા. જીતસેનાશ્રીજી સા. યયશાશ્રીજી સા. રમ્યપ્રજ્ઞાશ્રીજી આ. શિષ્યા, પ્રશિષ્યાઓએ પણ સમાધિ ોત્રો વિગેરે ÉÒ સંભળાવી તેઓશ્રીના અશાતાના ઉદયને સમનામયી શાતામાં પરિણમાવવાની કોશીષ કરી અઢળક કર્મનિર્જરા સારી છે. સા. જયવર્ધનાશ્રીજી, સા. શ્રયેર પૂર્ણાશ્રીજી
આદિએ વૈયાવચ્ચ કરી પોતાના જીવનને ધન્ય
બનાવ્યું છે. સ્વર્ગવાસના સમ ચાર મળતા સ્વજનો, ભક્તાદિવર્ગ ઉમટી પડ્યા હતા. તેમજ અગ્નિસંસ્કાર, જીવદ। વિગેરેની ઉપજ સુંદર થઇ હતી. આ પ્રસંગે નિ:સ્વાર્થ ભાવે સેવા કરનાર શ્રી ખેતરપા ની પોળના આરાધકો તથા સંસારી કુટુંબીજનો તેમજ ડો. આદિની અનન્ય ભક્તિ ક્યારેય ભૂલી શકાય તેમ નથી. છેલ્લે અમારા પ.મોપકારી, ગુરૂદેવશ્રીજી પાસે એકજ હ્રય પ્રાર્થના કરીએ છીએ કે આપે આપની જીવનયાત્રા સમતા, સાધના, સમાધિસહ પૂર્ણ કરી અને તેનું અનુસંધાન કરવા ભવાંતરમ્ પ્રયાણ કર્યું. અમોને પણ તેવીજ સમાધિ, ચિત્તની બૃહ્ પ્રસન્નતા અને વ્યાધિને હસતે મુખે સહન કરવાની તાકાત મળે તે શુભેચ્છા, શુભકામના. પિ તત્ર સર્વેને વંદના અનુવંદના ધર્મલાભ જણાવશો.
do
લી, સાધ્વી જીતેન્દ્રશ્રીજી જર યશાશ્રીજી પત્રવ્યવહારનું સરનામું:મ ણેકચોક, ખેતરપાળની પોળ ઉપાશ્રય,
અમદાવાદ-૩૮૦૦૦૧.
મેનિન