Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 19 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જીવણલાલ પર એન્ટ્રેક્સનું આક્રમણ! પૂછ્યું,દિનેશભાઇએ મીઠી વાણીમાં જણાવ્યું, તમારી પાસે કયાં વધારે લેવા છે, કેસ ભારે છે. ગોળી બહુ મોંઘી છે. બામ તો સાત દિવસના સાત હજાર થાય પણ હું તમારો મિલી ડોકટર છું. પાંચ હજારમાં પતાવી દઇશું.''
શ્રીજૈન શાસન (અઠવાડીક) ૭ વર્ષ:૧૪ ૭ અંકઃ ૩૮
ભલે, હું કાલે બપોરે જ પ્રથમ ગોળી લેવા આવીશ ત્યારે પિયા પાંચ હજાર લઇ આવીશ પણ મને જરા પણ આંચ ન આવવી જોઇએ. તમે તો જાણો જ છો. હું હમણાં જ રેલવેની નોકરીમાંથી નિવૃત થયો હું લાખોરૂપિયા ને અને હવે પેન્શન પર આરામથી જીવન જીવવું છે. જીવણલાલે ખુશ થતાં કહ્યું ડોક્ટર દિનેશભાઇની પણખુશીમાં આ વાત સાંભળી વધારો થઇ ગયો.
બીજા દવસે બરાબર સાડાબાર વાગ્યે જીવાગલાલ દવાખાને પહોંચી ગયાં. એકાંત ઓરડામાં ડોકટરે કાચના ગ્લાસમાં પાણી અને એક ગોળી જીવણલાલને આપ્યાં.
‘‘દિનુ માઇ,પહેલાં પૈસા ગણી લો. પછી હું ગોળી લઇશ.’’ જીવણલાલને નમ્રતાથી પાંચ હજારની થોકડી આપતાં કહ્યું.
ડોક્ટર બહુ હરખાયા અને ઝટપટ નોટો ગણવા માંડયાં. આદઃ મિયાન અચાનક જીવણલાલ જોર જોરથી ઉધરસ ખાવા મંડ્યા. ઉધરસનો અવાજ સાંભળી તરત જ બે અજાણું વ્યક્તિ એકાંત ઓરડાનું બારણું ખોલી અંદર ધસી ગઇ.
“પૂછા વગર ઓરડીમાં ન આવો. કોણ છો તમે ? કેમ અચાનઃ ધસી આવ્યા ? શી તકલીફ છે?’’ડોકટરે કડક શબ્દોમાં પ્રશ્નોની ઝડી વરસાવી.
હું કર્નલ સંજય પાંડે અને આ મારા સહાયક સુધીર ચોનકર . અમે પોલીસની ગુર્નાશોધક શાખામાંથી આવ્યો છીએ તમારી ધરપકડ કરવા માટે ’’ કર્નલે જણાવ્યું.
‘“ ધર પકડ ?...! અને મારી ?...!! કર્નલ મેં શું ગુનો કર્યો છે ? ..!! ''
૬૨૩
તા. ૨૫-૬-૨૦૦૨
‘“ એન્ટ્રેક્સ જીવાણુનો ખોટો ભય ઊભો કરી તમે જીવણલાલ પાસેથી પૈસા કઢાવવાની યોજના બનાવી. જીવાણુ તો જાતજાતનાં બહુ મળી રહે. તમે એક નાનું વિચિત્ર જંતુ મેળવ્યું જે બંધ પરબીડીયામાં જીવાણલાલના સરનામે મોકલ્યું. તમારી યોજના સફળ થઇ. બીકણ જીવાણલાલ તમારા શિકાર બની ગયા પગ જીવણલાલને તમારા પર શંકા જતાં એમણે પરબીડીયું મળ્યુંતેજ દિવસથી તમારી સાથેની બધી વાતચીત અમને જણાવી. અમને પણ તમારા પ્રત્યે સો ટકા શંકા જાગી. અમે પણ છટકું ગોઠવવાનું નક્કી કર્યું. તે મુજબ જીવણલાલે તમારી હામાં હા ભાગી અને રૂપિયા પાંચ હજાર તમને આપવા તૈયાર થયા. આ પાંચ હજારની નોટ પાઉડરવાળી છે જે તમે ગણતા તમારા અંગૂઠાની છાપ નોટો પર મળી આવશે. હવે વધુ ચાલાકી ન કરશો. ગુનો કબૂલ કરી લો. અમાનવીય - અસામાજિક કર્નલે કહ્યું. કર્નલે હું તમારી જાળમાં બરાબર સપડાયો છું. હું ગુનેગાર છું.’
""
',
‘તમને સજા થશે ડોકટ. આજના સમયે વિશ્વમાં આપણા દેશમાં એન્થ્રકસ જીવાણુનો ડર છે. સમાજ ભયભીત છે ત્યારે તમારા જેવા ડોકટ્રનું કર્તવ્ય છે દેશ અને સમાજના લોકોને યોગ્ય માર્ગદર્શન આપવાનું. સલાહસૂચન કરવાનું. લોકોમાં ફેલાયેલો ભય દૂર કરવાનું અને તમારે પ્રયત્ન કરવા જોઇએ.આવા જીવાણુ સામે બાથ ભીડવાના. તેના નાશ માટે ઉપાય શોધવાના - સારવાર માટે નવા સંશોધન કરવાનાં જે સમાજસેવા અને દેશસેવા છે. પરતું તેમ ન કરી તમે તમારા અંગત સ્વાર્થ માટે કૃત્ય કર્યું જે ગેરકાનૂની, અસામાજિક, અમાનવીય છે. તમારા આ ગુના માટે હું તમારી ધરપકડ કરું છું ’’ કર્નલે કહ્યું.
કર્નલના સહાયક સુધીર ચોનકરે ડોક્ટર દિનેશભાઇને હાથકડી પહેરાવી દીધી. ડોક્ટર રડતાં રડતાં પોલીસવાનમાં બેઠા અનેવિચારવા મંડયા. ખરાબ સમયે બેકારીમાં પૈસા કમાવા, પેટ ભરવા પ્રમાણિકતાથી વધુ મહેનત કરવી જોઇએ. ખોટી ચાલાકી ન કરવી. કોઇ સાથે છેરપિંડી ન કરવી.