Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 19 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈનશાસન (અઠવાડીક)* વર્ષ:૧૪ * અંક૪૨ * તા. ૩૦-૭-૨૦૦૨ તેમના પિતાશ્રી ધનગિરિજીને માતા-પિતાના આગ્રહથી જ લગ્ન કરવું પડેલું પણ લગ્ન કરવાની જરાપણ ઇચ્છા હતી નહિ. તેઓ બાલ્યકાળથી દીક્ષાના જઅર્થી હતા. પણમા-બાપે રોકી રાખેલા અને પરાણે પરણાવેલા. તેમના મા-બાપ જે જે કન્યા સાથે નક્કી કરતા તો તે ત્યાં જઇને કહી આવતા કે, હું તો દીક્ષા જ લેવાનો છું. તેમાં આ સુનંદા કન્યા એવી લી જે કહે કે- હું તો તમારી સાથે જ લગ્ન કરીશ. તે રીતના તેમને લગ્ન કરવું પડયું. પછી જ્યારે ખબર પડી કે, સુનંદાને ગર્ભ રહ્યો છે ત્યારે સમજાવીને દીક્ષા લીધી જે દિવસે આ વસ્વામિ જન્મ્યા ત્યારે એટલા સુંદ .રૂપસંપન્ન હતા કે તેમને જોઇને પડોશણો કહે કે- ‘આનો બાપ હાજર હોત, સાધુ ન થયો હોત તો મોટો જ્ન્મોત્સવ કરત.’ આટલું સાંભળતા જ તેમને જાતિસ્મરણ થયું અને દીક્ષા યાદ આવી. ભૂતકાળમાં એવો સુંદર ધર્મ આરાધીને આવ્યા છે કે સાધુ જ થવાની ઇચ્છા થઇ. તે ખો સમજી ગયા કે ધર્મ નહિ પામેલી માતા મારા ધર્મમાં અંતરાય કરનારી બનશે. તમને આ વાતનો અનુભવ છે ? આજે પણ ઘણા એવા છે જેને ધર્મ પામવાની ઇચ્છા નથી એટલું જ નહિ ઘરમાં કોઇ ધર્મ કરે તે ય ગ નતું નથી. આજે મોટાભાગે શ્રાવક કુળમાંથી ધર્મની વ તનીકળી ગઇ. શ્રાવકપણાનો વિધિ છે કે, ઘરનો આગેવાન હંમેશા કુટુંબને ધર્મની વાત સમજાવે. આજે દર્શન-પૂજનવ્યાખ્યાન શ્રવણ રહી ગયા પણ ધર્મ સમજાવ ાની વાત ચાલુ છે ? જે ખરેખર જૈન હોય તે તો ‘અમે રો જ કહીએ છીએ’ તેમ કહે. તમારો પરિવાર ધર્મ ન કરે તો દુ:ખકે સંસારના કામ ન કરે તો ! આ વાત ખાસ સમજવા વિચારવા જેવી છે. સંસારના જેટલા સંબંધી છે તે ધર્મ પામેલા ન હોય તો ધર્મમાં અંતરાય કરે.
પ્રકીર્ણકધર્મોપદેશ
વળે ? ધર્મને માટે માથું આપનારા પણ ઘણા થોડા છે. માથું આપનારને છોકરા આપતાં શું ભારે પડે ? છોકરા સાધુ જ થવા જોઇએ, તે ન થાય તો શ્રાવક તો થવા જ જોઇએ આવી માન્યતા છે ખરી ? તમારે કેવા મા-બાપ બનવું છે ? છોકરાઓને ધર્મી બનાવવા છે કે અધર્મી ? છોકરા રાતે ખાય તે ગમે ? ખોટા ધંધા કરે તે પણ ગમે ?
મોટેભાગે મા-બાપ ધર્મમાં આડે આવે. ધર્મન
કરવા દે. ભણેલો છોકરો ધર્મ કરવા માગે તે ન ગમે પણ મરતા સુધી વેપારાદિ કરે તે ગમે તે બધા ધ કહેવાય ખરા ? ધર્મી થવું હોય તો વિચાર ફેરવવા પડે, ડાહ્યા થવું પડે. જેને ધર્મ જ ગમે અને સંસાર ન છૂટકે કરવો પડે માટે કરે તેનું નામ જૈન ! ધર્મ કરવામાં બીજા કોણ કોણ આડે આવે તે વાત હવે પછી.
n
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિ આચાર્ય ભગવાન શ્રી મુનિ સુંદર સૂરીશ્વરજી મહારાજા ફરમાવી રહ્યા છે કે, જે આત્માઓને સમજાઇ ગયું છે કે, ધર્મની આરાધના મોક્ષ માટે જ કરવી જોઇએ. પણ મોક્ષને માટે આરાધના કરનારને ય સંસારમાં સંસારના રસિયા એવા મતા-પિતા-સ્ત્રી-પુત્ર આદિજ્ઞાતિ-સંબંધી જીવો ધર્મની આરાધનાની આડે આવે છે. તેનાથી જે બચી શકે તે આત્માઓ સાચા ભાવે ધર્મ આરાધી શકે.
ભગવાન શ્રી જિનેશ્વર દેવનો શ્રી સંઘ તો ધર્મ આરાધકને સહાયક હોય. શ્રી સંઘ તે પચ્ચીશમો તીર્થંકર કહેવાય છે. ક્યો ? આજ્ઞા મુજબ ચાલે તે ! આજ્ઞા પાળવામાં તત્પર હોય તે ! આજ્ઞા પાળવા ઇચ્છે તેને સહાય કરવા તત્પર હોય તે. આજે જૈન કુળમાં જન્મેલા ઘણા જીવો ધર્મી તરીકે ઓળખાય છે. પણ સાધુ ધર્મ તેને પોતાને ય જોઇતો નથી. અને પોતાના પરિવારમાંથી કોઇ લે તેને ય અંતરાય કરે છે. તે માટે પિતા તરીકે ભૃગુપુરોહિતની વાત જોઇ આવ્યા અને માતા અંગે શ્રી વસ્વામિની વાત જોઇ રહ્યા છીએ.
આ બાળકને તો જાતિસ્મરણની સાથે દીક્ષાની ઇચ્છા થઇ. મારે સાધુ થવું હોય, ધર્મ આરાધવો હોય તો માને મારા પર પ્રેમ ન થાય તેવી રીતે જીવ. તે માટે શું નકકી કર્યું ? મા મને હસતો જૂએ નહિ, રોતો જ જૂએ તેમ જીવવું. હંમેશા રોતા છોકરા પર મ -બાપને
१७२