Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 19 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
મનનમેત
શ્રી જૈનશાસન (અવાડીક) વર્ષ: ૧૪ % અંક૪૨ % તા. ૩૦-૭-૨૦૦૨
(મનન મોતી
પ્રેષિકા:-સે.અનિતાપણી
આપણા જીવનમાં આવતીઅશાંતિનું મૂળ આપણી ખરા કે માઠી ગ્રહદશા નથી પણ આપણી ખોટી આ હદશા અને ખોટી જીદ તથા મમત છે. જેના ઉપર સૂઇ આપણે આપણી આખી જિંદગી પસા કરીએતે પારકે પલંગઆપણી સાથે આવતા નથી પણ જેનો આપણે સ્વપ્ન પણ વિચાર કર્યો નથી કે જેના પર ક્યારે સૂતા પણ નથી તે ઠાઠડ -નનામીજ આપણી સાથે આવે છે અને બળે છે. ખરેખર અદભૂત આશ્ચર્ય છતાં આપણે મોહ ધરત નથી. 0 આમાના મોક્ષને હરે, દૂર કરે તેનું નામ મોહ!
આપણને પાપમાં જોડનારા, પ્રેરણા કરનારા, સહાય કરના રા ઘણા બધા છે, ચારે બાજુ છે પણ પાપથી બચા નાર માત્ર એક સુદેવ-સુગુરૂ અને સુધર્મ છે છતાં પણ હજી હૈયાની પ્રીતિ થતી નથી તે પણ કેવું
આશ્ચર્ય! | મન જીતે તે માનવ, મનથી જીતાય તે દાનવ! | મન દરેક ઇચ્છાઓ જૂઓ - સમજો અને પછી
ખોટે ઇચ્છાઓને તાબે ન થતા તેને કાપો. 3 દૃષ્ટિોષ અને દોષદષ્ટિએ આત્માની કતલ કરનાર
ભયાનક ડાકણો છે. દષ્ટિદોષ રૂપ પાછળ પાગલ બનાવ અને દોષ દૃષ્ટિ, દૂધમાંથી પોરા કઢાવે. તૃષ્ણ મનનો ભયાનક રોગ છે. તેને ઉત્પન્ન થતાની સાથે કાપો નહિ તો તમે કાયમના અસાધ્ય રોગી બની જશો. કે જેની ચિકિત્સા દુનિયાના કોઇ ડોકટર પાસે નથી.
અને કોઇના પણ દોષને જોવા મનને દર્પણ બનાવો. જેમ દર્પણમાં સામી વસ્તુ જેવી હોય તેવું પ્રતિબિંબ પડે પણ દર્પણને હર્ષ-શોક ન થાય. તેમ ગુણનું સન્માન કરી હૃદયમાં આવકારો અને અવગુણનું અપમાન કરી તેને જાકારો આપો કે વિ ફરી આવશો નહિ. આપણે આપણી ભૂલો જોતા નથી અને બીજાની ભૂલો ભૂલતા નથી. પણ સાચા ભાવે ક્ષમા આપની છે તો આપણી ભૂલો યાદ રાખો ક્યારેય ભૂલો નહિ અને બીજાની ભૂલ તરત જ ભૂલી જાવ. Forgive and Forget. આ સિદ્ધાંત પચાવવાથી સામા
ભાવે ક્ષમાદાતા બનીશું. 0 આજે આપણા બધાની એક મોટી નબળાઇ છે
કે-ભૂલ કરે જવી અને સાથે સાથે તેનો બચાવ પણ. આને કારણે આપણે દોષોથી દૂર થતા નથી. હજી ભૂલ માફ થઇ શકે પણ ભૂલનો બચાવ આત્મામાં દોષોના દરવાજા ખોલી દે છે. ભૂલો બચાવ એટલે દોષોને આમંત્રણ અને સગુણોનો દેશવટો! T કોઈ આપણું બગાડે, આપણને આપત્તિ
ખાડામાં નાખી દે તો પણ તેનું ભલું જ ઇચ્છ. ‘અપરાધીશું પણ ચિત્ત થકી નવિ ચિંતવી છે પ્રતિકૂલ'. આ પરમાર્થ આત્મસાત્ થાય તો બેડી પાર. કૂતરો આપણને કરડે તો આપણે કૂતર કરડીએ? કોઈ આપણને જનાવર કે પશુ કહે છે શું આપણે ચોપગા જનાવર થઇએ ? ગધે આપણને લાત મારે તો આપણે ગધેડાને લત મારીએ ? કૂતરો ભસે તો તેની સામે ભસીએ? આવી ચેષ્ટા કરીએ તો ‘મેડ હાઉસ” પણ ઓછી પડે ! માટે આપણું બગાડે તેનું પણ ભલું કહ્યું તેનું નામ આત્મગુણ પ્રાપ્તિનું પગથિયું ચઢયા
ASIAN INSTR
0 કોઇના પણ ગુણને જોવા મનને કેમેરા બનાવો.
જેમ કેમેરામાં સામી વ્યક્તિનું પ્રતિબિંબ પકડાય
છે
Sl.