Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 19 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 284
________________ ચેત,ચૈત,ચેતન ! તું ચેત! શ્રી જૈનશાસન (અઠવાડીક) * વર્ષ:૧૪* અંક:૪૮ * તા. ૧૭-૯-૨૦૦૨ હે અનંતગુણોના ધારક! સિદ્ધિરાણીના સ્વામી! નિરૂપમ મુક્તિપુરીમાં મહાલનાર ! આપ તો અનંત શક્તિના સ્વામી છો, સમતા સુધારસ પાનમાં મગ્ન છો, મારો-તારો, પારકો-પોતાનો, કોઈ ભેદ નથી, પૂજક-નિંદકમાં સમદષ્ટિ છો. અને હું બધા અવગુણોથી ભરેલો છે, અવળચંડાઈથી વ્યાપી છું, બધા અપલક્ષણોમાં પૂરો છું. મારા-તારા, પારકા-પોતાનામાં ડૂબેલો છું, મમત-જીદમાં ચઢેલો છું. આપના માર્ગે, આપ ગયા ત્યાં મારે આવવું છે મારે પણ સિદ્ધિ ગોરીને વાવી છે, આત્મગુણોના ભોકતા બનવું છે. પણ આપન પથ પર ચાલવા હું ઘણો જ નબળો છું, કાયર છું ૫ મર છું, નિર્માલ્ય છું. મારો અહંકાર ઘવાય, મારા માટે જરાક ઘસાતું સાંભળું, મારી જરા પણ નિંદા સાંભળું તો હું સહન કરી શકતો નથી. તરત જ આવેશમાં આવું છું. અકળાઈ ઊઠું છું. બદલો લેવા તડફડું છું, અધીરો બનું છું. પરોપદેશમાં પંડિત એવો હું મળેલી શક્તિનો સદુપયોગ સહન કરવામાં છે, સામનો કરવામાં નહિ-તે વાતથી મારી જાતને બાકાત રાખું છું. મારી શાંતિ - સમાધિ - સમતા વિદાય લે છે, મારા જીવનમાં ખળભળાટ મચી જાય છે, મારા માટે કહેનાર-બાલનારને બતાવીદેવાની, સંભળાવી દેવાની તાલાવેલીનું ઝનૂન ચઢે છે. સ્વાધ્યાય-સાધુતા-કષાયોના ટુ વિચારો, ક્રોધે ક્રોડપૂર્વનું સંયમફળ જાય, ક્રોધ ચંડાળ જેવો અર દૃશ્ય છે. અન્ય લોકો ભલે ક્રોધાવિષ્ટ થાય પણ શ્રી જિનવાણીરૂપી અમૃતનું પાન કરનાર ક્રોધાવિષ્ટ થાય તેના જેવી અજાયબી કઈ - આ બધી વાતો ભૂલી જાઉં છું. હે વીર વિભુ ! મારી આ કાયરતા, નિર્બળતા, નિર્માલ્યતાથી મને બચાવો. આપના જેવી સહનશીલતા આપો. મારા પર એવી કૃપા દૃષ્ટિ વરસાવો જેથી હું પણ આપની જેમ કષાય વેજેતા, મોહ વિજેતા બનું. !આપના શાસન સાધુપણું મળ્યું. છતાં પણ મારી કથની કઈરીતના કહું ? અનાદિની અવર ચાલ હજી સુધરીનહિ. હે તારક ! કૃપાલો ! મારું શું થશે ? કષાયોના હાથે કૃ લુંટાયે. મનોહર વિષયોના વિષના પ્યાલામાં લોભાયો. પાંચે ઇન્દ્રિયોના ત્રેવીશ વિષયો અને બસો બાવન (૨૫૨) વિકારોએ મારો તો એવો પીછો પકડ્યો છે કે તેનાથી ભાગવા પ્રયત્ન કરું, તેની પક્કડમાંથી મુકત થવા ઈચ્છું તેમ તેમ વધારે સતાવે છે. તે અનુકૂળ મનોહર, વિષયો વિષ જેવા છે, કિંપાકના ફળ જેવા છે, ખાતાં જ પ્રાણ હરે તેવા છે-આ વાત હું ય સમજું છું, ઉપદેશમાં ય સમજાવું છું પણ પ્રસંગ આવે તેનો જ ગુલામ બનું છું. તેમાં જ લંપટ-લટુ-આસક્ત બનું છું, ભાન ભૂલો બનું છું. આ ગુલામી મારાથી સહન થતી નથી, તેનાથી બચવું છે. હે દીનાનાથ ! પતિત પાવન કરનાર ! તું જ મને તેમાંથી બચાવ ! મારો ઉદ્ધાર કર ! મારું રક્ષણ કર ! હે કરૂણાનિધાન ! ‘જગતના બધા જ જીવો જીવવાને ઈચ્છે છે, કોઈમરવાને ઈચ્છતું નથી. બધા જ જીવો સુખ મેળવવા અને દુ:ખથી બચવા પ્રયત્ન કરે છે. મારે સુખ જોઈએ અને દુ:ખ ન જ જોઈએ તો મારાથી બીજા જીવોને કઈરીતના દુ:ખી કરાય ? આપે જીવમાત્રને સમાન માન્યા. મેં મારા સ્વાર્થને જોયો. આપે જીવોને અભય આપ્યું મેં જડની પ્રીતિ બાંધી જીવોને ભયભીત કર્યા. આપના માર્ગે જ હું ચાલું છું’ તેમ લોકમાં જાહેર કરી અનાડી એવા મેં જડને પોતાનું જ માની, જડને રાજીરાખવા-કરવા, ચેતનોને દુભાવ્યા. આત્મિક જીવો સાથે પણ વેરઝેર-કડવાશ-કટુતાભર્યા સંબંધો કર્યા. ક્ષણિક સુખમાં મૂંઝાયો-લેપાયો, સ્વાર્થના સંબંધમાં બંધાય, પરમાર્થના સંબંધો વોસિરાવ્યા. પાપાત્મા એવા મારું થશે શું ? હે સાર્થવાહ ! આપના જ સાર્થમાં જોડાયેલા મારા અવળા ચશ્મા દૂર કરો. વિષય વાસનાથી બચાવો, કષાય કચરાથી મુક્ત કરો. જેવો તેવો પણ પાપથી છલકાનારો, કષાયથી કલંકિત થયેલો, વિષયથી વાસિત બનેલ છતાં ય તારા જ શરણે આવેલા મારું રક્ષણ કરો... રક્ષણ કરો..! દુર્જનતા ફાટી ગયેલા દૂધ જેવી બેસ્વાદ છે, સજ્જનતા સાકરવાળા દૂધ જેવી સ્વાદિષ્ટ છે, સાધુતા કેસરિયા દૂધ જેવી અતિ સ્વાદિષ્ટ છે અને પરમાત્મપણું તો ઉપમાતીત છે - બોલ તને શું પસંદ છે! ૭૪૮

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300