Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 19 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પ્રે મૃતસંગ્રહ
શ્રીજૈનશાસન (અઠવાડીક) * વર્ષ: ૧૪૮ અંક : ૪૮ * તા. ૧૬ ૯-૨૦૦૨
પરણામૃત સંગ્રહ
(સૌ ૨૦૩૭, મહા સુદિ-૧૦, બુઘવાર તા. ૧૭-૧૨-૧૯૮૦ ના સુરેન્દ્રનગર-નૂતન જૈન ઉપાશ્રયના પ્રવચનમાંથી)
શ્રી જૈનશાસન તે સાધુપણું જ છે. શ્રી | જૈનમાસનમાં જન્મેલ, સાધુપણાની ઈચ્છાવાળા જીવનું હૈયું કેવું હોય. તેની અક્કલ કેવી હોય તે વાત સમજાવી છે. તે દરેક ચીજ ઉપર વિચાર કરનાર હોય કે બેવકૂફ હોય ગમે તેની વાત માનીને ગમે ત્યાં તે ચાલ્યો જાય ? માન આવે એટલે કષાય થયો ને ? ભગવાનનું શાસન પામેલાને અધર્મ પર-પાપ પર ભારેમાં ભારે ગુસ્સો હોય પરન્તુ અધર્મી પર ગુસ્સો ન આવે, અધર્મી ઉપર તો દયા આવે પાપીની નિંદા કરનાર તો નાલાયક લોકો છે, જેનશાસન સમજ્યાજનથી. શ્રીજૈનશાસનમાંપાપીની નિંદા નથીપણપાપની નિંદા છે. શાસ્ત્ર માન્યા વિના પાપસમજાય નહિ. શાસ્ત્ર કહે તેને પાપ માનવું પડે. આજે કાયર્દો જેને ગુનો કહે તેને ગુનો માનવો પડે. પોતાની જાતને જ સારા કહેવરાવનારા માણસોનું જૈનશાસનમાં સ્થાજનથી. જગત જેને સારા કહે અને પોતે પોતાની ખામ કહે તેનું નામ સારો.
જગતમાં ધર્મી હંમેશા પોતાની ભૂલ જ જોવે. જેને મોક્ષ જ જોઈએ તેનામાં જ ખરેખર જૈનપણું આવે. તેવા જજીવી જૈનશાસન શોભાવે, તે તત્ત્વની વાત ઉપર વિચાર કરે પાન આંધળી વાત કરનાર હોતા નથી. ગમે તેની વાત ઉપર ચાલનાર હોતા નથી. ભગવાનનું શાસન પામેલાના મનને કોઈપણ ફેરવે નાંખે ? તેનું માથું ય ઠેકાણે ન હોય જે પોતાની જાતને જ બુદ્ધિમાન માને તે બેવકૂફ હોય જ નહિ. આપણે ત્યાં તો ચૌદપૂર્વી કહે અમારી પાસે બિંદુ પણ જ્ઞાન નથી. કેવળજ્ઞાન આગળ અમારી પાસે કાંઈ નથી. શાસન મળ્યા પછી પણ શાસનની કિંમત ન સમય તે શાસન પામ્યો જ નથી. માટે ડાહ્યા બનવાની કોશિશ કરો પણ ડાહ્યા છો તેમ બતાવવાની કોશિશન કરો. આપણે આપણી દઢતા કેળવવાની છે. કોઈ ગમે
.
-પ્રજ્ઞાંગ
તેમ બોલે પણ જરાય તેમાં આવીએ નહિ તેવા તમને બનાવવા છે.
ભગવાનના શાસ્ત્ર સાધુજવાંચે. સાધુનું પેટ સાગર જેવું હોય. શાસ્ત્ર પણ ગુરુ કહે તો જ વાંચવાના છે. લાયકને જ શાસ્ત્ર આપવાના છે. નાલાયકે તો શાસ્ત્રને અડવા જેવું પણ નથી. આજે ગમે તેને ભાવ્યા તો પરિણામ શું આવ્યું તે તમે જોઈ રહ્યા છો. પુતકમાંથી પણ ઝેર પાનારા નીકળ્યા છે. ગુરુની આજ્ઞા વિના પાટ પર ચોંટાય નહિ. તે રીતે બેસનારા પાટને અભડાવે છે. અને અનેકનું સત્યાનાશ કાઢે છે. જૈનશાસનમાં ગુરુનો અભાવ હોતો જ નથી. આ વાત મનમાં ઉતરે તો કામ થાય. ભગવાનનું શાસન હાલી મવાલીના હાથમ ગયુંનથી કે જવાનું ય નથી. ભગવાનનું શાસન પાકવા ગુરુ આધીનતા જ જોઈએ. શાસ્ત્ર તો શસ્ત્ર પણ બને. અધિકારી માટે શાસ્ત્ર બને, અનધિકારી માટે શસ્ત્ર બને. માટે ગુરુ પરતંત્રતા સ્વીકાર ભગવાનનું શાસન સમજશો તો જ કલ્યાણ થશે. બાકી જેની તેની વાતમાં આવશો તો પામેલ હારી જશો અને સંસારમા ભટકવું પડશે.
(સં. ૨૦૩૪ ફાગણવદિ-૧ ને શનિવાર તા.૨૫/૩/૭૮ના પ્રવચનમાંથી,ભગવાન નગરનો ટેકો, અમદાવાદ)
જગતના જેટલા બહિરાત્મા છે તેમને તે પોતાનું શરીર, પૈસો અને પોતે માનેલા કુટુંબમાં જ તિ હોય છે. જ્યારે જે અંતરાત્મા બન્યા છે. મોક્ષ ગમ્યો છે, મોક્ષ જજોઈએ છે, સંસારનું સુખ ભૂંડૂં લાગ્યું છે તેવ જીવોને જશ્રી જિન, શ્રી જિનમત અને ભગવાનનો ચારે પ્રકારનો મોક્ષમાર્ગનો આરાધક જે સંઘ તેના પર જ રિત હોય છે.
શરીર-પૈસો અને કુટુંબ તો સંસામાં જ રખડાવનાર છે આ વાત જેને રુચિ નથી તે એવા એવા કામ કરે છે જેનું વર્ણન ન થાય. તમારા કુટુંબમાં આજે માબાપ-પાલક-વડિલ કે વિડિલ બંધુનો નંબર જ નથી તે એક મોટામાં માટી ફજેતી છે. તેથી લાગે છે કે જેનપણું
us