Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 19 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ચિરસ્મરણીય સંસ્મરણો
શ્રી જૈનશાસન (અઠવાડ્રંક) ૭ વર્ષ : ૧૪ ૦ અંક ૪૪ તા. ૧૩-૮-૨૦૦૨
રાજકોટવર્ધમાનનગરથી ગિરનારજી મહાતીર્થના
છ'રીપાલિતયાત્રાસંઘના ચિરસ્મરણીય સંસ્મરણો
કોઇપણ સારું કાર્ય શરૂઆતમાં અસંભવિત જણાતું હોય છે. પણ જ્યારે એ પૂર્ણતા પામે છે ત્યારે ચિરંજીવ બની જતું હોય છે.
પરમશાસન પ્રભાવક ૮-૮ દાયકા સુધી જૈન-શાસન ગગનાંગણે, સૂર્યવત્ તેજસ્વી રહી જૈન-જૈનેતર સેંકડો ભવ્યાત્માઓ ઉપર ઉપકારની ઘેલી વરસાવનાર પ. પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય મચન્દ્રસૂરીશ્વરજી મહારાજા સાહેબના પટ્ટાલંકાર વિશાલ ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય મહોદય રીશ્વરજી મહારાજા સાહેબના આજ્ઞા આશિર્વાદથી અમારા શ્રીસંઘમાં ચાતુર્માસાર્થે પધારેલ.
પૂજ્યવાદ પરમગુરૂદેવશ્રીના વિનેય શિષ્યરત્નો બન્ધુબેલડી તપસ્વી મુનિપ્રવર શ્રી તત્વરત્ન વિ.મ. સા., વયનદક્ષ મુનિરાજ શ્રી હિતરત્ન વિ. મ. સા.
પૂજ્યશ્રીના શિષ્યરત્ન મુનિરાજ શ્રી હિતધર્મ વિ. મ. સા. તથા સાધ્વીજીભ. પરમવિદુષી ચંદ્રાનનાશ્રીજીના શષ્યા સરળ સ્વભાવી સા. ચંદનબાળાશ્રીજી આદિનો મંગળ પ્રવેશ થયો ત્યારથી ઉત્તરોત્તર ચઢિયાતા ધર્માનુષ્ઠાનો થઈરહેલ હતા. તેના અંતિમ કળશ રૂપે આ સંઘ ઘણો શાસનપ્રભાવક બની રહ્યો.પૂજ્યોની નિશ્રામાં કા. વદ. ૫, બુધવારે શ્રી સંભવનાથ જિનાલયે પ્રયાણ અંગેની મંગળ વિધિનો શુભારંભ થયો. તે પછી પૂજ્યોએ માંગલિક સંભળાવ્યું. દરેક સંઘપતિઓને તિલક-સાફા વગેરેથી બિરદાવામાં આવ્યા અને ત્યાર પછી પ્રગટ-પ્રભાવી શ્રી પાર્શ્વનાથ પ્રભુજી, શ્રી આદિનાથ ચોવીશી, શ્રી શાન્તિનાથ પંચતિર્થી મંગલવાદ્યોના ધ્વનિસહ, ગગનભેદી જય-જયકારના નાદ સાથે રથમાં પધરાવવામાં આવ્યા.
સંઘ પ્રયાણ થતાં સહુથી આગળ પલયતો ગજરાજ તેની પાછળ બેન્ડપાર્ટી, પૂ. ગુરૂ ભગવંતો ખુબ જ મોટી સંખ્યામાં શ્રાવકો પછી પ્રભુજીનો
જાજરમાન ૨થે સુંદર શણગારેલો. પૂ. સા વીજી ગણ અને પાછળ વિશાળ સંખ્યામાં બહેનો.
પ્રથમ દિવસે વચમાં વલ્લભભ ઇ પટેલની ફેકટરીએ શ્રી સંઘનું ભાવભીનું સ્વાગત કર યું અને દસ રૂા. નું સંઘપૂજન કરી પૂ. ગુરૂભગવંતોના માંગલિક તેમજ ચાંદીની ગીનીથી પૂજનનો લાભ લેવાયો તે દિવસે શાપર હાઇવે ઉપર પારડીગામ ાસે મુકામે પહોંચતાં બપોરના ૧૧-૦૦વાગ્યા હતા. સંઘયાત્રિકો સિવાય પણ ઘણા નાના-મોટા ભાગ્યશાળીઓ પૂ. ગુરૂભગવન્તોને વખામણુ કરવા ત્યાં પધારે લ.
સંગીતકાર સુશ્રાવક અનંતભાઇની મંડળીએ ભવ્ય સ્નાત્રપૂજા ભણાવી. આજના દિવસી સાધર્મિક ભક્તિનો લાભ વસા સૌભાગ્યચંદ તિલક છંદ પરિવારે લીધેલ. બપોરે બરાબર ત્રણ વાગ્યે પૂજ્યોના પ્રવચનનો પ્રારંભલગભગ ૧૫ કલાક ગા પ્રવચનબ.દ હાથી પર બેસવાના પ્રભુજીને રથમાં લઇને બેર વાના તથા પ્રભુજીના સારથિ બનવાના ચઢાવા, તે ખેત ના માલિકનું સન્માન તેમજ સાધર્મિક ભક્તિ કરનારા ૫.રેવારનું પણ બહુમાન આદિ રોજ થતા હતા. સંઘપૂજન રૂા. ૭/∞ થયેલ.
સાંજે સંધ્યાભક્તિ વિરમગામના શ ણાઇવાદકો, પૂજ્યોના પાલ પાસે બરાબર છ વાગ્યે હા ૨ થઇ જતા. શ્રાવકોની વિનંતી અને પૂજ્યોનું પ્રયાણ. સંઘની મુમુક્ષુ બહેનો દ્વારા પ્રભુશ્રીને કરાતી નિત નવી આગીઓ જેના દર્શને ભાવિકોના મન ડોલી ઉઠતા.
પૂજ્યોની સાથે રોજ નવી-નવું. સ્તુતિઓ, સ્તવનો જે નાનકડી પુસ્તિકા, તીર્થ યાત્રાનું નવલુ નજરાણું, તેમાંથી જોઇને સહુ જ્યારે એ ! સાથે બોલી ઉઠતાં ત્યારે સર્જાતો પ્રભુ ભક્તિનો માહો । જે જોવાનો પણ અમુલ્ય લાભ જણાતો હતો. સમુહ પ્રતિક્રમણ બાદ રાત્રે ૮-૩૦ કલાકે ભક્તિભાવનાની રાઝટ જાગતી.